રાજસ્થાનમાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારી કરી રહયા હતા રેવ પાર્ટી… પકડાયા પછી…

કાયદાનું પાલન અને સુરક્ષાની જવાબદારી જેમના હાથમાં સોંપવામાં આવે છે તેઓ જ કાયદાનું ભાન ભૂલીને કાયદાનો ભંગ કરતા જોવા મળ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાનમાં ચાલી રહેલી એક રેવ પાર્ટીમાં પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં બીજુ કોઇ નહીં પણ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારી અને અન્ય 24 લોકો પકડાયા છે. ગુજરાત CID ક્રાઇમના PI અને 9 મહિલા પોલીસ સહિત 24 લોકોની રેવ પાર્ટીમાં ધરપકડ કરવામાં આવી છે.

બોલિવૂડની ફિલ્મોમાં જે પ્રકારના પાર્ટી સીન બતાવવામાં આવે છે બસ એવા જ પ્રકારની આ પાર્ટીની હતી, જેમાં ચારે તરફ યંગસ્ટર્સ નશામાં બેસુધ થઈને નાચતા હોય છે. રંગબેરંગી લાઇટ્સ, દારુની બોટલ, નબીરાઓ આવી પાર્ટીમાં નશો કરવા અને મ્યુઝિકના તાલે નાચવા આવે છે. આવી પાર્ટીમાં દારુના નશામાં ભાન ભૂલીને નાચતા હોય છે. વિદેશમાં આ પ્રકારની પાર્ટીઓ સામાન્ય વાત છે પરંતુ ભારતમાં આવું નથી. ભારતમાં આ પ્રકારની પાર્ટીઓ ગેરકાયદેસર રીતે યોજવામાં આવે છે.

રાજસ્થાનમાં એક ખાનગી હોટલમાં આવી જ રેવ પાર્ટી ચાલી રહી હતી ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો. નશામાં ઝૂમતા લોકોએ ભારે હોબાળો મચાવતા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે તમામ 24 લોકોની ધરપકડ કરી છે. રેવ પાર્ટીમાં ઝડપાયેલા ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારી દીપક હરીશભાઈ ભટ્ટ ગુજરાત સીઆઈડી ક્રાઇમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાજસ્થાનના હલ્દીઘાટી વિસ્તારમાં આવેલા ખમનેર ગામ નજીક શાહીબાગમાં એક હોટેલમાં ચાલી રહેલી રેવ પાર્ટી પર સ્થાનિક પોલીસે દરોડો પાડતાં ગુજરાત સીઆઈડી ક્રાઇમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારી અને નવ મહિલા સહિત કુલ 24 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. હોટેલના રૂમમાંથી ત્રણ પેટી બિયર અને દારૂ જપ્ત કરાયો છે.

નવાઇની વાત તો એ છે કે આ રેવ પાર્ટીમાં ગુજરાત CID ક્રાઇમના PI પર દારુના નશામાં ઝડપાયા છે. નશામાં ચુર થઇને પીઆઇ સહિત લોકોએ ભારે હોબાળો કર્યો હતો. જેથી શાંતિભંગના ગુના હેઠળ આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના અંગે ખમનેરના પોલીસ ઇન્સ્પેક્ટર નવલકિશોર ચૌધરીએ જણાવ્યું હતું કે, હોટેલના રૂમમાંથી ત્રણ પેટી બિયર અને દારૂ પણ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની સમજાવટ છતાં પણ નશામાં ઝૂમતા લોકોએ ભારે હોબાળો મચાવી દીધો હતો. આ કારણે રાજસ્થાન પોલીસે તમામ 24 સામે શાંતિ ભંગના ગુના હેઠળ ધરપકડ કરી છે. પોલીસે હોટેલના સંચાલકની પણ ધરપકડ કરી છે. પકડાયેલા પૈકી મોટા ભાગના ચરોતરના છે.

ખમનેરમાં યોજાયેલી પાર્ટીમાં જેમની ધરપકડ કરાઈ છે તેમાં હોટેલ સંચાલક મદનલાલ રમેશચંદ્ર ધાકડ (જૂની બાવલ, નીમજ મધ્ય પ્રદેશ), સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર દીપક હરીશભાઈ ભટ્ટ (ઓફિસર બંગલો, આણંદ), મોરબીના રમેશ પટેલ, નવસારીના રમણિકલાલ પટેલ, ઉદયપુરના ઉદયલાલ જાટ, ઉજ્જૈનના દિવ્યેશ બલઈ, આણંદના ધ્રુમિન પંડ્યા, આણંદ લાંભવેલના ભૂમિતકુમાર પટેલ, બોરસદના પરાગ પટેલ, આણંદના હર્ષિલ પટેલ, કુબેરનગરના પ્રદીપ ચતુર્વેદી, નરોડાના કાર્તિક પટેલ, આણંદના વિપુલ પટેલ, આણંદના અતુલ પટેલ, લાંભવેલના યતીનકુમાર પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 9 મહિલાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

 

Scroll to Top