ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર, મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ આપ્યું રાજીનામું

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અચાનક મુખ્યમંત્રી પદેથી રાજીનામુ ધરી દીધું છે. મુખ્યમંત્રી વિજયભાઈ મંત્રીમંડળ સાથે રાજ્યપાલને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજીનામું આપ્યું હતું. વિજયભાઈએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ બાબતની જાણકારી આપી છે.

તેમણે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપેલ હતી. ગુજરાતના વિકાસની યાત્રામાં પાંચ વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભાર માનું છું. હું મુખ્યમંત્રીના પદથી રાજીનામું આપું છું.

તેની સાથે નાયબ મુખઅયમંત્રી નીતિન પટેલ સહિત સિનિયર મંત્રીઓ હાજર રહ્યા છે. ભાજપનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી એક દિવસની ગુજરાતની મુલાકાત પર આવેલ છે, ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરીષદ બોલાવવામાં આવી હતી.

ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ગુજરાત આવેલ છે. કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મહામંત્રીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. બી એલ સંતોષ રૂટિન સંગઠનાત્મક મિટીંગ માટે ગુજરાત પહોંચેલા છે.

તેમણે કહ્યું હતું કે, હવે મને જે જવાબદારી મળશે, તે હું કરીશ. હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું. તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાનો ખૂબ સારો સાથ મળ્યો હતો. તેની સાથે તેમણે મંત્રી મંડળના સાથીઓ, વિધાનસભાના સાથીઓના દરેકનો આભાર માન્યો હતો.

Scroll to Top