રાજકોટમાં દારૂ સાથે પતિ-પત્ની ઝડપાયા, તેમની ‘કારીગરી’ જોઈ તમે પણ ચોંકી જશો

રાજકોટથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં એક્ટિવા પર જઈ રહેલા પતિ-પત્નીને પોલીસ દ્વારા રોકતા તપાસ કરતા તેમની પાસેથી 7 બોટલ દારૂની મળી આવી હતી. તેમ છતાં તેમની પૂછપરછમાં આવી કારીગરી જોતા પોલીસ અધિકારી આશ્વર્યચકિત થઈ ગયા હતા. જ્યારે આ પતિ-પત્નીએ જણાવ્યું હતું કે, તેઓ બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલોમાં દેશી દારૂ અને ચાની ભૂકીનું પાણી મિક્સ કરી ગ્રાહકોને મોંઘા ભાવે વેંચી રહયા હતા.

રાજકોટના જવાહર રોડ પરથી બે વ્યક્તિઓ વિદેશી દારૂ સાથે નીકળવાના છે એવી જાણકારી પોલીસને મળી ગઈ હતી. જેના કારણે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધું હતું. આ દરમિયાન ગેલેક્સી હોટલ પાસેથી પસાર થતા એક્સેસ સ્કૂટરને પોલીસે શંકાના આધારે ઊભું રાખ્યું અને એક્સેસ પર એક વ્યક્તિ અને તેની પત્ની જઈ રહયા હતા. જ્યારે આ તપાસ દરમિયાન તેમની ડેકીમાંથી દારૂ ભરેલી 6 બોટલ અને બે લીટર લાલ કલરનું પ્રવાહી ભરેલી એક બોટલ પ્રાપ્ત થઈ હતી.

આ દરમિયાન આ બંનેએ પોલીસને પોતાનું નામ સંજય બાદુકીયા અને પત્નીનું નામ નેહા ઉર્ફે શબાના બાદુકીયા હોવાનું કહ્યું હતું. પૂછપરછ દરમિયાન આ બંનેએ પોલીસને કહ્યું કે, સંજય ઈમીટેશનનું કામ કરતો હતો અને તેની પત્ની નેહા સ્પામાં નોકરી કરે છે. લોકડાઉન દરમિયાન બંનેનું કામ બંધ થઈ જતાં બંનેએ દારૂ વેચવાનું કામ શરૂ કર્યું હતું.

સંજય ભંગારમાંથી બ્રાન્ડેડ વિદેશી દારૂની ખાલી બોટલો શોધી લાવવાનું કામ કરતો હતો. તેમાં તેઓ દેશી દારૂ અને ચાની ભૂકીનું લાલ કલરનું પાણી મિક્સ કરી નાખતા હતા. ત્યાર બાદ આ મિશ્રણ વિદેશી દારૂના નામે ગ્રાહકોને 2500 થી 3500 રૂપિયામાં વેચી નાખતા હતા. જ્યારે પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરવાની તપાસ શરૂ કરી દીધી છે.

કોરોના રોગચાળાના કારણે ઘણા લોકોના કામધંધા બંધ થઈ ગયા છે. ઘણા લોકો માટે તો બે ટંક ખાવાના પણ ફાંફા પડી ગયા છે. આ કારણોસર આપઘાતના કિસ્સા પણ સામે આવ્યા છે. ઘણા લોકો પોતાનો વ્યવસાય બદલીને આ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. પરંતુ, કેટલાક લોકો આવા સમયમાં કૌભાંડો કરવા તરફ કે ગુનાખોરી તરફ આગળ વધી રહ્યા છે. રાજકોટનું દંપતી પણ તેમાંથી જ એક છે, જે આવી ગુનાખોરીના રસ્તે ચાલવા લાગ્યું છે. પરંતુ અંતે પોલીસની ઝડપમાં આવી ગયું છે.

Scroll to Top