આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રભારી ડૉ. સંદીપ પાઠકે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા.

Sandeep Pathak

આજે આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રભારી ડૉ.સંદીપ પાઠકે રાજ્યસભા માં શપથ લીધા. આમ આદમી પાર્ટીએ પંજાબ વતી ડૉ.સંદીપ પાઠકને સાંસદ બનાવ્યા છે. તેમણે 2011માં કેમ્બ્રિજ, યુકે માંથી માસ્ટર્સ અને પીએચડી પૂર્ણ કર્યું છે. ડૉ. સંદીપ પાઠક IITમાં પ્રોફેસર છે અને લાંબા સમયથી આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ જી ના નજીકના લોકોમાંથી એક છે. ડૉ.સંદીપ પાઠકે આમ આદમી પાર્ટી ને પંજાબ માં જીતવા માટે મહત્વ ની ભૂમિકા ભજવી હતી. તેમણે રાજ્યના પ્રમુખ સ્તરથી લઈને બુથ સ્તર સુધી મજબૂત બનાવવાનું કામ કર્યું હતું અને તેમની રણનીતિઓને કારણે આમ આદમી પાર્ટીએ પંજાબમાં ઐતિહાસિક જીત મેળવી હતી.

રાજ્યસભા દેશ માટે બનવા વાળા કાયદા ઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે, તેથી આમ આદમી પાર્ટીએ ડૉ.સંદીપ પાઠકને ત્યાં મોકલવાનું નક્કી કર્યું છે. આજે સમગ્ર આમ આદમી પાર્ટી ને ખાતરી છે કે ડૉ.સંદીપ પાઠક તેમની ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવશે.

આજે ડૉ.સંદીપ પાઠક ગુજરાતના પ્રદેશ પ્રભારી છે અને તેમણે બહુ ઓછા સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી નું મોટું સંગઠન બનાવ્યું છે. ડૉ.સંદીપ પાઠકે રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓ અને કાર્યકરો સાથે મળીને એક એવું સંગઠન બનાવ્યું છે, જે અત્યારે ચૂંટણીમાં કોઈ પણ પક્ષને મોટી ટક્કર આપવા માટે પૂરતું છે.

આમ આદમી પાર્ટી ના ગુજરાત રાજ્યના તમામ આગેવાનો અને કાર્યકરો વતી ડૉ. સંદીપ પાઠક જી ને સાંસદ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને અમને ખાતરી છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ જી અને ડૉ. સંદીપ પાઠક જી ના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં એવું તોફાન લાવશે જેમાં ભાજપ અને કોંગ્રેસ નો સંપૂર્ણ સફાયો થઈ જશે.

Scroll to Top