BanaskanthaGujarat

Gujarat Road Accident: બનાસકાંઠામાં માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા-સાંચોર હાઈવે પર આવેલા વીછીવાડા પાસે ગઇકાલે સાંજે ખાનગી બસ અને ઓટો રિક્ષા વચ્ચે અથડામણમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ધાનેરા પોલીસે આ ઘટનામાં એફઆઈઆર નોંધી છે. બસ ધાનેરાથી સાંચોર જઈ રહી હતી. જ્યારે રાજસ્થાન બાજુથી રિક્ષા આવી રહી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે બસ ડ્રાઇવરે રિક્ષાને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો જે દરમિયાન અકસ્માત થયો હતો. આ દરમિયાન રિક્ષા કૂદીને થોડે દૂર પડી હતી. જેના કારણે રિક્ષામાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રિક્ષામાં સવાર 3 મુસાફરોના મોત થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર વિછીવાડા પાસે રાજસ્થાનની એક ઓટો રિક્ષા અને ખાનગી બસ વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતને પગલે આસપાસથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લોકોની જાણ પર ઘટનાસ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધાનેરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ધાનેરા પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. અકસ્માતમાં નીલા ફુલવાડી, દિવા ફુલવાડી, શંકર ફુલવાડીના નામનો સમાવેશ થાય છે. ગંભીર ઇજાગ્રસ્તોને ધાનેરામાં પ્રાથમિક સારવાર બાદ પાલનપુર રીફર કરાયા હતા.

ડીસાના નવા ઓવરબ્રિજ પર વાહનની ટક્કરથી બેના મોત

બીજી તરફ ડીસા જિલ્લાના નવા ઓવર બ્રિજ પર મંગળવારે સવારે ટ્રક અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ટ્રેલરમાં સવાર ડ્રાઇવર અને હેલ્પરનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં ડીસા શહેર દક્ષિણ પોલીસ અને ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. લગભગ પાંચ કલાકની જહેમત બાદ ક્રેનની મદદથી મૃતકોના મૃતદેહોને બહાર કાઢી શકાયા હતા.

પોલીસે બંનેના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ડીસા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. મળતી માહિતી મુજબ પાલનપુર તરફથી આવી રહેલ ટ્રેલર અને રોંગ સાઈડથી માર્કેટયાર્ડ તરફ જઈ રહેલી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટ્રકમાં ઇસબગોલ અને જીરું ભરેલું હતું. ટ્રક પલટી જતાં તેમાં ભરેલી બોરીઓ રોડ પર પડી હતી. ત્યાં જ આ અકસ્માતમાં ટ્રેલરમાં સવાર ડ્રાઇવર અને હેલ્પરનું મોત નીપજ્યું હતું. વાહનોની ટક્કર બાદ ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ જામ ખુલ્લો કરાવ્યો હતો.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker