ગુજરાત, રાજસ્થાન, એમપી સહિતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

ગુરુવારે રાતથી દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ બાદ હવામાનની પેટર્ન સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. વરસાદના કારણે શુક્રવારે સવારે દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને લોકોએ થોડી ઠંડીનો અનુભવ કર્યો હતો. રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે નદીનાળા સાથે સાથે ડેમ પણ છલકાઇ રહ્યા છે.ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

તમને જણાવી દઈએ કે, દિલ્હી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. રાજધાની દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં 29 સુધી સતત વરસાદ ચાલુ રહેશે.

ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે રાજસ્થાન, ગોવા, મધ્યપ્રદેશ, ગુજરાત, આંધ્રપ્રદેશમાં પણ આગામી પાંચ દિવસો સુધી ભારે વરસાદની સંભાવના છે. 25 અને 26 સપ્ટેમ્બરે ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી શકે છે. બીજી બાજુ, 26 સપ્ટેમ્બરે કોસ્ટલ આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે પૂર્વોત્તર ભારત અને આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બની રહ્યું છે. જેના કારણે શુક્રવારે ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત જમ્મુમાં ભારે વરસાદ પડશે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

ભારે વરસાદની સંભાવનાને જોતા હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તેમાં પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, પૂર્વીય રાજસ્થાન અને ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે આ તમામ રાજ્યોમાં ભારે વરસાદ માટે એલર્ટ જારી કર્યું છે.

IMDના લેટેસ્ટ ટ્વીટ મુજબ, યમુનાનગર, કુરુક્ષેત્ર, કૈથલ, નરવાના, કરનાલ, રાજૌડ, અસંધ, સફિદોન, બરવાળા, જીંદ, પાણીપત, ચરખી-દાદરી, બાવલ (હરિયાણા), તિજારા, ખેરથલ (રાજસ્થાન) કરનાલ, બરવાળા, જીંદ (હરિયાણા), ઉત્તર-પૂર્વ દિલ્હી, પૂર્વ દિલ્હી (બુરારી, કરાવાલ નગર, સિવિલ લાઇન્સ, દિલશાદ ગાર્ડન, સીમાપુરી, વિવેક વિહાર) વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત, બંગાળ, યુપી, એમપી, છત્તીસગઢ, ઓડિશા, કર્ણાટક, તમિલનાડુ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાં ભારે વરસાદ પડી શકે છે.

હાલ રાજ્ય સહિત સમગ્ર દેશ ભારે વરસાદ વરસી રહ્યો છે. શ્રાવણ કોરો ગયા બાદ ભાદરવામાં મેઘ મન મૂકીને વરસી રહ્યા હોય તેમ જણાઇ રહ્યું છે. બંગાળની ખાડીની રિલે લો પ્રેસર સિસ્ટમથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છને વરસાદનો ફાયદા થયો છે. તારીખ 23થી 30 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ફાયદાકારક વરસાદની શક્યતા છે. સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી મોહાલ છે.

હવામાન વિભાગનું કહેવું છે કે, સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં ભારે વરસાદ થશે અને આ દરમિયાન ઘણી જગ્યાએ જોરદાર પવન અને વીજળી પડવાની સંભાવના છે. આ સાથે હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર પ્રવર્તે છે, જેના કારણે દક્ષિણ બંગાળ, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, હાવડા, હુગલી, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢમાં ભારે વરસાદની સંભાવના છે. સ્કાયમેટ અનુસાર આજથી આગામી બે દિવસમાં દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, કેરળ, સિક્કિમ, આસામ, મેઘાલય, મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારે વરસાદની સંભાવના છે.

Scroll to Top