કેન્દ્ર સરકાર દ્વારા સ્ક્રેપ પોલિસી બાદ વાહનોની ફીટનેસ લઈને મહત્વનો નિર્ણય લેવાય તેવા સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા રાજ્યના 33 જિલ્લાઓમાં ફીટનેસ સેન્ટર શરૂ કરવાનુ સરકાર દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો છે. આ બાબત મુજબ આવનારા દિવસોમાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં ફીટનેસ સેન્ટર શરૂ કરવામાં આવી શકે છે તેવી શક્યતા રહેલી છે.
મહત્વની વાત એ છે કે, દેશભરમાં ગુજરાત ખાતેથી સ્ક્રેપ પોલિસ લોન્ચ કરવામાં આવેલ છે. જેમાં વ્હીકલ સ્ક્રેપ પોલિસી અંતર્ગત 15 વર્ષ જૂના સરકારી અને 20 વર્ષ થી વધુ જૂના ખાનગી વાહનોને ચલાવવાની પરવાનગી આપવામાં આવી નથી.
તેની સાથે આ જુના વાહનોને આપ્યા બાદ તમે નવા વાહનોમાં સબસિડી મળશે. જ્યારે પ્રદૂષણ જેવી સમસ્યાના નિકાલ તરફ પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ સ્ક્રેપ વાહનો માટેનો પ્લાન્ટ બનાવવામાં આવે તે માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે આ પ્લાન્ટ ભાવનગરના અલંગમાં બનાવાનો છે.
તેની સાથે વાહનોનો સ્ક્રેપ કરવો કે નહીં તેને લઈને પણ હવે મનપા દ્વારા ફીટનેસ સેન્ટર શરૂ કરવામાં આવશે. આ ફીટનેસ સેન્ટર PPP ધોરણ દ્વારા શરૂ કરવામાં આવશે, જેમાં એક જ મહિનામાં ટેન્ડરીંગની પ્રક્રિયા પણ પૂરી કરી દેવાશે. જ્યારે તમામ જિલ્લાઓમાં ફીટનેસ સેન્ટર શરૂ કરનાર ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય બનશે.
મહત્વની વાત એ છે કે, વાહનોની સ્ક્રેપ પોલીસ અંગે કેન્દ્ર સરકાર દ્વારા નવી પોલિસી જાહેર કર્યા બાદ હવે ગુજરાત સરકાર દ્વારા પણ વાહનોની ફીટનેસ ચકાસવા માટે ફીટનેસ કેન્દ્ર શરૂ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.