આજકાલ દુનિયામાં એવા ઘણા કિસ્સો સામે આવી રહ્યા પરિવાર અને સંબંધના નામે કલંક લગાડે છે. ત્યારે ઘણા પતિ પત્નીઓના પણ ઝઘડાના કિસ્સાઓ સામે આવે છે જેના કારણે તેમના સંબંધમાં કડવાશ આવી જતી હોય છે. આ ઉપરાંત ઘણા એવા પણ કિસ્સો સામે આવે છે જેમાં સ્ત્રી પુરુષો તેમના લગ્ન થઇ ગયા હોવા છતાં અને તેમના પણ મોટા મોટા બાળકો અને એ પણ લગ્ન કરવાની ઉંમર ના હોય તેમ છતાં તેઓ અન્ય મહિલા પુરુષો સાથે સંબંધ બાંધી દેતા હોય છે. જેના કારણે તેમને સમાજમાં પણ અપમાનિત થવાનો વારો આવે છે, ત્યારે પણ આવો જ વધુ એક કેસ સામે આવ્યો છે.
આ ઘટના સુરતના કપરાડા તાલુકાના કાકડકોપર ગામની છે, જેમાં એક પરિણીત અને તેના બે ઉંમરલાયક સંતાનોના આધેડ વયના પિતા અને પારડીના ચીવલ ગામની બે નાના સંતાનો ધરાવતી માતા વચ્ચે એક વર્ષથી બંધાયેલા આડા સંબંધથી રોષે ભરાયેલા મહિલાના પતિએ પ્રેમીપંખીડાનું સાગરીતો સાથે મળીને અપહરણ કરી લીધું હતુ.
આ મહિલા નો પતિ આ બંને ને અપહરણ કરીને તેના ઘરે ચીવલ ગામે લઇને આવ્યો હતો ત્યારબાદ તેને આ બંનેને અર્ધનગ્ન કરીને તેના ઘરની બહાર રસ્તા પાર એક લાકડાના થાંભલા સાથે બાંધી દીધા હતા અને આ બંને પ્રેમીપંખીડાને ઢોરમાર માર્યો હતો. ઘટનાને પગલે લોકોનું ટોળું સ્થળ પર ભેગું થઇ ગયું હતું. અને આજુબાજુ ના લોકો આ સમગ્ર ઘટનાને જોઈ રહ્યા હતા પરંતુ આ બંનેને છોડાવવા માટે કોઈ ન આવ્યું અને તેઓ આ બંને પ્રેમીપંખીડા ઓને ઢોર માર મારવાના ફોટા પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા અને આ ફોટા પ્રેમીના પરિવારજનો સુધી પહોંચતા તેઓ તાત્કાલિક આ ચીવલ ગામે પહોંચી આવ્યા હતા અને આ આધેડને મુક્ત કરાવી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. અને આ પ્રેમમાં પડેલી મહિલાને પણ 108 માં નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
જો કે આ અન્ય પુરુષ સાથે પ્રેમમાં પડેલી મહિલાને સંતાનમાં આશરે 4થી 6 વર્ષની ઉંમરના એક પુત્ર અને એક પુત્રી છે. અને તેનો પતિ ખેતરમાં કામ કરે છે અને આ દરમિયાન તે છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમય પહેલાં મહેશ અઘોરીઓના સંપર્કમાં આવ્યો હતો. અને ત્યારથી જ તે આ અઘોરીઓ સાથે ફરવા માંડયો હતો અને અઘોરી સાથે રહેતા તેને પણ અઘોરીએ બનવું હોય તો પત્ની સાથે સૂવાનું નહીં અને શારીરિક સંબંધ બાંધવાથી દૂર રહેવા સહિતની કડક શરતો નું પાલન કરવું પડે છે. જેના કારણે આ અઘોરીઓની સંગતમાં પડી ગયેલ પતિ તેની પત્નીથી દૂર રહેવા લાગ્યો હતો. જેના કારણે તેની પત્ની પતિ સુખથી વંચિત રહેતી હતી. ત્યારે તેની પત્નીને શારીરિક સુખની તૃપ્તિ ન થતાં, તેના પતિથી નારાજ રહેવા લાગી હતી. અને આના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા પણ થતા હતા.
ત્યારબાદ તેની પત્નીની આ આધેડ પુરુષ સાથે આંખો મળી ગઇ હતી. જો કે આ આધેડ પુરુષ પરિણીત છે અને તેને પણ બે મોટા સંતાનો છે. જે બંને સંતાનો લગ્ન કરવાની ઉંમરના છે. તેમ છતાં તેના આ અન્ય સ્ત્રી સાથે સંબંધ બાંધ્યા હતા અને તેને તેની સાથે રાખવા પણ તૈયાર થઇ ગયો હતો. જો કે આ મહિલા તેના પતિ સુખ ના મળતા પોતાની શારીરિક જરૂરિયાતો સંતોષવા આ પુરુષ સાથે આડાસંબંધ બાંધી બેઠી હતી. ત્યારબાદ તેઓ બને વારંવાર એકાંતમાં મળવા જતા હતા, જેના કારણે તેના પતિને પણ શંકા થઇ ગઈ હતી, ત્યારે તેના પતિએ તેના પર નજર રાખતા આ બંને પ્રેમીપંખીડા કપરાડાના બાલચોંઢી ગામે ખુલ્લા મેદાનમાં અંગત પળો માણવા જતા તેની પત્ની તેના પ્રેમી સાથે રંગેહાથ પકડી ગઈ હતી. ત્યારબાદ તેનો પતિ બંને નું અપહરણ કરીને તેના ઘરે અર્ધનગ્ન કરીને એક લાકડાના થાંભલા સાથે બાંધી દીધા હતા અને આ બંને પ્રેમીપંખીડાને ઢોરમાર માર્યો હતો.