ખાતર કૌભાંડ અને દલિત અત્યાચાર મુદ્દે વિપક્ષ આક્રમક મૂળ માં, સત્તાપક્ષ પ્રચારમાં વ્યસ્ત જાણો અહેવાલ

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે રવિવારે ધણું જ ઘર્ષણ અને બબાલ થઇ હતી. જેમાં સાંજે પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. ભારે ગરમા ગરમી વચ્ચે રવિવારે વરઘોડો ઘરે પાછો ફર્યો હતો. જેને લઇ સમગ્ર બનાસ ટોક ઓફ ઘ ટાઉન બન્યો હતો.

મોડાસના ખંભીસર ગામે રવિવારે વરઘોડો પરત ફર્યા બાદ સોમવારે પોલીસ પ્રોટેક્શન સાથે વરઘોડો ગયો હતો. આ મામલામાં પોલીસ અને અનુસૂચિત જાતિના યુવકનાં પરિવાર વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ખંભીસરમાં ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશનાં વરઘોડા અંગે લગ્ન પ્રસંગ પતાવીને આજે મંગળવારે 40થી વધુ પરિવારજનો સાથે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા છે.

પોલીસ મથકે વરરાજાનાં વરઘોડાનાં વિવાદની અને વરરાજાનાં કાકાને પડેલા માર માટે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યાં હતાં.સમગ્ર બનાવ અનુસાર મોડાસાના ખંભીસરમાં ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશના લગ્નનો વરઘોડો રવિવારે બપોરે કાઢવા માટે પોલીસ બંદોબસ્ત મંગાયો હતો. તે ગામમાં આ પહેલા અનુસૂચિત જાતિના કોઈનો વરઘોડો નીકળ્યો ન હતો.

જોકે વરઘોડા દરમ્યાન ગામલોકોએ ભારે વિરોધ કરતા વરઘોડો ઘરે પરત ફર્યો હતો. પરંતુ ગઇકાલે ફરીથી પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ગઇકાલે આ ઘટનામાં બે ઇજાગ્રસ્તને અમદાવાદનાં સિવિલ હોસ્પિટલમાં મોડી રાતે લાવવામાં આવ્યાં હતાં. જેના કારણે ખંભીસર ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી.

રાજયમાં એકબાજુ ખાતર કૌભાંડ અને દલિતો પાર વધતા જતા અત્યાચારને લઇ સરકાર ભીંસમાં છે. ખાતર કૌભાંડ અને દલિત અત્યાચારને લઇ વિપક્ષ આક્રમક સ્થિતિમાં છે. તો એનાથી ઉલટુ સત્તાપક્ષ ભાજપના નેતાઓ ચુંટણી પ્રચારમાં ગુજરાત બહાર છે.ગુજરાતમાં દલિત અત્યાચાર અને ખાતરકાંડની ગુંજ વચ્ચે લોકસભા ચુંટણીને લઇ ભાજપના નેતાઓ ગુજરાત બહાર પ્રચારમાં છે.

જેમાં સીએમ વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી મધ્યપ્રદેશમાં સભા ગજવવાના છે. સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમાર મધ્યપ્રદેશમાં છે. દલિતના આગેવાન ગણાતા ભાજપના નેતાઓ આત્મારામ પરમાર, રમણલાલ વોરા અને હિતુ કનોડિયા પણ ગુજરાત બહાર પ્રચારમાં વ્યસ્ત છે. કૃષિ પ્રધાન આર.સી. ફળદુ પોતાના મત વિસ્તારમાં છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ઓરિસ્સામાં છે. આમ મોટાભાગના તમામ પ્રધાન ગાંધીનગર બહાર છે.

રવિવારે જૂનાગઢમાં પત્રકારો પર થયેલા અત્યાચાર અને રાજ્યભરમાં દલિતો પર થઈ રહેલા અત્યાચાર મામલે આજે ભીમસેના રસ્તા પર ઉતરી આવી હતી અને વિરોધ કર્યો હતો. ભીમસેનાના કાર્યકર્તાઓએ સિવિલ હોસ્પિટલ ચોકમાં રસ્તા પર સૂઈ જઈ ચક્કાજામ કર્યો હતો. જેને લઈને રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ભીમસેનાના કાર્યકરોએ ‘દલિતો પર અત્યાચાર બંધ કરો’ અને ‘પત્રકાર પર અત્યાચાર બંધ કરો’ના નારા લગાવ્યા હતા.

આ સાથે જ 150 ફૂટ રિંગરોડ પર શહેરના નાગરિકોએ કાળી પટ્ટી અને કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો છે. મીડિયાકર્મી પર થયેલા હુમલા અંગે શિવસેના અને સત્યમેવ જયતે ગ્રુપે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે. બીજી તરફ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને કોંગ્રેસ આગેવાનોએ ગૃહ સચિવને પત્ર પાઠવી લેખિતમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કોંગ્રેસે જણાવ્યું છે કે રવિવારે પત્રકારો પર થયેલા હુમલા મામલે સરકાર તટસ્થ તપાસ કરાવે અને પોલીસના જવાનો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

જો યોગ્ય નિર્ણય નહી આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. કોંગ્રેસે પોતાની યાદીમાં આકરા શબ્દોથી પ્રહાર કર્યા હતાં.

કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે પ્રહાર કરતા કહ્યું કે પોલીસ ગુંડારાજ ચલાવી રહી છે અને પત્રકારો ઉપર બેફામ દમન કરી છે. સરકારની ચાપલુસી કરતા વર્દીધારી ગુંડાઓ બેલગામ બન્યા છે અને લોકશાહીનું સરેઆમ ચીરહરણ કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here