ખાતર કૌભાંડ બાદ હવે નકલી બિયારણ કૌભાંડનો ખેડૂતે કર્યો પર્દાફાશ, તપાસ શરૂ જુવો વિગતો

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ગુજરાત માં અત્યારે નવી સિઝન ચાલુ છે કૌભાંડ સિઝન એટલા ટુક સમય માં જેટલા કૌભાંડ સામે આવ્યા તેટલા કોઈ કૌભાંડ પહેલા એટલા ટુક સમય માં સામે નથી આવ્યા એવામાં ગરીબ લાચાર ખેડૂત નોજ મરો થાય છે ગુજરાતમાં મગફળી, તૂવેર, ખાતર અને હવે બિયારણનું કૌભાંડ સામે આવ્યું છે.

રાજકોટના રસિકભાઈ નામના ખેડૂતે આ કૌભાંડ ખુલ્લુ પાડ્યું છે. રસિકભાઈની ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડના તાર માણસા સુધી પહોંચ્યા છે. માણસા GIDC માં તપાસ દરમિયાન કપાસના નકલી બિયારણનું ગોડાઉન મળી આવ્યું છે. આ નકલી બિયારણની બેગ પર GOT લખેલું છે. તપાસ દરમિયાન બિયારણ ડેપોમાંથી 10 થેલી બોગસ બિયારણ ઝડપાયું છે.

કૃષિ વિભાગે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. કૃષિ વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે. બિયારણ બનાવતી ફેક્ટરીમાં તપાસ હાથ ધરાઈ ત્યારે હલકી ગુણવત્તા વાળુ બિયારણ મળી આવ્યુ હતું. માણસામાં GIDC માં બિયારણના 25 યુનિટ આવેલા છે. મહત્વનું છે કે અગાઉ પણ મંજૂરી વગરના બિયારણ મળી આવ્યા હતા. ત્યારે આ વખતે પણ તપાસ દરમિયાન હલકી ગુણવત્તાનું બિયારણ મળી આવ્યું છે.

જો કે આ તમામ પ્રકારના કૌભાંડમાં નુકસાન તો ખેડૂતોને જ થાય છે. આ હલકી ગુણવત્તાના બિયારણના કારણે ખેડૂતોની ઉપજ ઓછી થઈ શકે છે. પાક નિષ્ફળ પણ જઈ શકે છે. તો ઉંચા ભાવે ખરીદવામાં આવતું બિયારણ નકલી નીકળતાં ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.કૃષિ વિભાગે આ મામલે આપ્યા તપાસના આદેશ.

માણસામાં નકલી બિયારણ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. માણસમાં કપાસનું બિયારણ પ્રોસેસ કરતા એકમમાં દરોડા પાડવામાં આવ્યા છે. વિશ્વાસ બાયો જિનેટિક કંપનીના બિયારણના નમૂના લેવાયા છે. આ નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબમાં મોકલવામાં આવશે. ત્યાર બાદ બિયારણની અસલ નકલની પુષ્ટિ બાદ કાર્યવાહી કરાશે.

ગાંધીનગરના માણસામાં નકલી બિયારણનો મામલે ડીડીઓનું નિવેદન

ડીડીઓએ કહ્યું કે, ખેતીવાડી અધિકારીની ટીમે માણસમાં તપાસ કરી હતી. માણસા GIDC માં તપાસ હાથ ધરી હતી. તપાસમાં શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. આ મામલે ફરિયાદ પણ નોંધાવી છે.

ખેડૂતો કઈ રીતે ઓળખશે નકલી છે કે અસલી બિયારણ

 • નકલી બિયારણમાં કોઈ લખાણ હોતુ નથી
 • નકલી બિયારણમાં GST નંબર ખોટો હોય છે
 • નકલી બિયારણની બેગમાં નિયમો લખાયેલા હોતા નથી
 • નકલી બિયારણ સસ્તુ મળતુ હોય છે
 • નકલી બિયારણની સરખામણીએ અસલી બિયારણ મોંઘુ હોય છે
 • નકલી બિયારણમાં બીલ પણ ખોટા હોય છે
 • નકલી બિયારણની બેગમાં ભળતુ લખાણ કરી ખેડૂતોને છેતરે છે
 • નકલીમાં GOT જ્યારે અસલી બિયારણની બેગમાં GOVT લખેલુ આવે છે

આ ચકાસણી કરવી જરૂરી

 • નિયત પેકિંગમાં હોવું જોઈએ
 • બોલગાર્ડનો સરકાર માન્ય સિકો હોવો જોઈએ
 • મેન્યુફેક્ચર માર્કેટરનું નામ દર્શાવેલું હોવું જોઈએ
 • લોટ નંબર દર્શાવેલો હોવો જોઈએ
 • ડેટ ઓફ ટેસ્ટિંગ વેલીડિટી ડેટ હોવી જોઈએ
 • જરમીનેશન ટકાવારી દર્શાવી હોવી જોઈએ
 • ફીઝીકલ ક્યોરિટી દર્શાવેલી હોવી જોઈએ
 • ગ્રો આઉટ ટેસ્ટ વિગત દર્શાવેલી હોવી જોઈએ
 • રજીસ્ટ્રેશન નંબર દર્શાવેલો હોવો જોઈએ
 • ડુપ્લિકેટમાં કોઈ પણ પ્રકારનું લખાણ હોતું નથી
 • પોતાની રીતે વેરાયટી લખી નાખે છે
 • બિયારણ પેકીંગમાં થેલીનો ઉપયોગ કરતા હોય છે

ત્યારે અહીં અનેક સવાલો થાય છે કે ખેડૂતોની સાથે કોણ કરે છે છેતરપિંડી? શું GIDC માં પણ ખેડૂતોને બોગસ બિયારણ વેચાય રહ્યું છે? નકલી બિયારણ વેચીને ખેડૂતો સાથે અન્યાય કરનારા કોણ?

બિયારણમાં થઈ રહેલી છેતરપિંડીની થશે તપાસ? હલકી ગુણવત્તા વેચીને ખેડૂતોના પેટ પર પાટુ કોણ મારે છે? પૈસા પૂરા લેવાના અને બિયારણમાં છેતરપિંડી કરવાની? બિયારણ બનાવતી કંપનીઓ કેમ બેફામ બની રહી છે? શું આ કંપનીઓ પર નથી કોઈનો અંકુશ? બિયારણની ચકાસણીમાં કૃષિવિભાગ શું નિષ્ક્રિય છે? શું કૃષિવિભાગના અધિકારીઓ બિયારણની ચકાસણી કરે છે ખરા? ખેડૂતોના આવા દુશ્મનોને કોણ કરશે સીધા?

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here