ગુજરાત જ નહીં ભારત ના આ વિવિધ સ્થળોએ પણ જન્માષ્ટમીએ જોવા મળે છે હજારોની સંખ્યામાં ભક્તો – જાણો વિગતે

દેશભરમાં ઘણા ધર્મ ને મનનારા લોકો છે અને બધા લોકો પોત પોતાના ધર્મ અનુસાર ભગવાન ની પૂજા કરે છે, અને આમ જોવા જઈએ તો આપના દેશભર માં ઘણા મંદિરો આવેલા છે અને આજ મંદિરો માં ભગવાન શ્રી કૃષ્ણ ના ઘણા મંદિરો છે. ભગવાન શ્રી કૃષ્ણ ના આ મંદિરો માં ઘણા ભક્તો ની ભીડ જોવા મળે છે.

પણ જ્યારે જન્માષ્ટમી આવે છે ત્યારે આ ભક્તો ની ભીડ વધારે જોવા મળે છે. આજે અમે તમને આ પોસ્ટ ના માધ્યમ થી એવા મંદિરો વિસે ની માહિતી આપવા ના છે જે વધારે ખાસ માનવામાં આવે છે અને જન્માષ્ટમી ના અવસર પર આ મંદિરો ની અંદર ભક્તો ની ભીડ ખૂબ જોવા મળે છે. જાણો પ્રસિધ્ધ શ્રી કૃષ્ણ ના મંદિર વિશે.

પ્રેમ મંદિર, વૃંદાવન

જ્યારે જન્માષ્ટમી આવે છે ત્યારે પ્રેમ મંદિર ની સજાવટ ખૂબ સારી રીતે કરવામાં આવે છે, વૃંદાવનનું આ પ્રેમ મંદિર ખૂબ ભવ્ય છે, આ મંદિર ની સજાવટ તો રોજ કરવામાં આવે છે અને રોજ અલગ અલગ રીતે સજાવવા આવે છે, પણ રાત્રી ના સમયે આ મંદિર નો નજારો જોવા લાયક હોય છે, રાત્રી ના સમયે આ મંદિર રંગ બેરંગી રોશની થી ચમકે છે.

બાળ કૃષ્ણ મંદિર, હંપી કર્ણાટક

બાળ કૃષ્ણ મંદિર ની રચના ની વાત કરવા માં આવે તો એ ખુબ અલગ રીતે કરવા માં આવી છે, આ મંદિર ની અંદર બાલ કૃષ્ણ ની મૂર્તિ બિરાજમાન છે.

દ્વારકાધીશ મંદિર, મથુરા

આ મંદિર ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ની ખૂબ સુંદર મૂર્તિ સ્થિત છે, આ મંદિર યમુના નદી ના કિનારે બનાવેલ છે.

શ્રી નાથજી મંદિર, નાથદ્વારા રાજસ્થાન

આ મંદિર એની મૂર્તિ ના કારણે દુનિયાભર માં પ્રસિદ્ધ છે, આ મંદિર માં જે મૂર્તિઓ છે એના વિશે એવું કહેવામાં આવે છે કે મેવાડ ના રાજા એ ગોવર્ધન ની પહાડો માંથી ઔરંગઝેબ થી આ મૂર્તિઓ બચાવી ને લાવ્યા હતા, 12 મી શતાબ્દી માં આ મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું હતું.

જગન્નાથ મંદિર

જગન્નાથ મંદિર ની મહિમા દેશ માં જ નહીં પણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે, જો આપણે પુરાણો અનુસાર જોઈએ તો જગન્નાપુરી ને ધરતી નું વૈકુઠ બતાવ્યું છે.

જગન્નાથ મંદિર ચાર ધામો માં મુખ્ય છે, આ મંદિર વિસે કહેવાય છે કે જગન્નાથ મંદિર 800 વર્ષો થી પણ જૂનું છે, આ મંદિર ની શિખર પર એક જંડો છે જે હંમેશા પવન ની વિપરીત દિશા માં લહેરાય છે.

શ્રી રણછોડજી મહારાજ મંદિર, ગુજરાત

વિશ્વ પ્રસિદ્ધ આ મંદિર ગોમતી નદી ના કિનારે ડાકોર ના મુખ્ય બજાર ની અંદર છે, શ્રી રણછોડજી મહારાજ નું આ મંદિર સોના થી બનાવેલ છે, આ મંદિર નું નિર્માણ 1772 માં મરાઠા નોબેલ કારવ્યુ હતું, આ મંદિર ની અંદર 8 બુગંદ અને 24 બુર્જ છે, માતા લક્ષ્મીજી નું મંદિર પણ અહીં સ્થિત છે.

એવું માનવામાં આવે છે કે લક્ષ્મીજી ને મળવા ભગવાન શ્રી કૃષ્ણજી એમના મંદિર જતા હતા, આ મંદિર ની રચનાને જોઈ ને લોકો એની તરફ આકર્ષિત થઈ જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top