ગુજરાત માં હજી મહા મુશીબત ટડી નથી હવામાન વિભાગે જાહેર કર્યું હતું કે મહા વાવઝોડું પેહલા કરતાં ઘણાં શાંત પડી ગયું છે.પરંતુ તેને હલકા માં લેવું ના જોઈએ એ અને આ આગાહી મુજબ વાવાઝોડા ની અસર સમગ્ર સૌરાષ્ટ્રમાં ખુબજ સક્રિય રીતે જોવા મળી છે.
સાયક્લોન સ્ટોર્મ કે વાવાઝોડુ અને ડીપ્રેસન વગેરે શબ્દો એ તેની ગતી પર નિર્ધારિત છે.ટૂંકમાં આ કમોસમનો ભારે પવન સાથે વરસાદ લાવનારી હવામાનની એક સીસ્ટમ છે.ડીપ ડીપ્રેસનમાં 50થી 60 કિ.મી.ની ઝડપ વધુ ઘટીને 40થી 50 કિ.મી. થવાની એટલે કે તે ડીપ્રેસન થવાની શક્યતા છે.જે હવે ઓછુ નુક્સાન પહોંચાડે તેવી શક્યતા છે.
અગાવ એક આવુજ વાવઝોડું ઉદભવ્યુ હતું પરંતુ તે દરિયામાં થીજ ફંટાઈ ગયું હતું.વાયુ પછી ક્યાર અને હવે મહા વાવાઝોડાની મોટી આફત ટળવાની આગાહી છે.તેની અસર રૂપે ગઇકાલથી જ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં ગાજવીજ અને પવન સાથે વરસ્યા હતા.રાજયમાં મહા વાવાઝોડાએ પોતાની અસર દેખાવવાનું શરુ કરી દીધું છે અમદાવાદ સહિત અનેક રાજયોમાં વરસાદ ચાલુ થઇ ગયો છે.ત્યારે કારણે ગીર સોમનાથ,જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, વડોદરા, આણંદ સહિતનાં જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી 12 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે.ગઇકાલથી દીવ, સોમનાથ, દ્વારકાનાં દરિયાકાંઠા પર કોઇપણ પ્રવાસી કે સ્થાનિકોને જવાની મંજૂરી આપવામાં આવતી નથી.બધા માટે દરિયાકાંઠા બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યાં છે.વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર શરૂ થઈ ગઈ છે જેને પગલે સૂસવાટા મારતા પવન શું કરવાનું શરૂ થયું છે તેમજ વરસાદ શરૂ થઈ ગયો છે રાજકોટ અને ભાવનગરમાં તેમજ જામનગરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે.
પોરબંદર જિલ્લામાં કુલ ૪૨૨૯ જેટલી ફીશીંગ બોટો છે, તે પૈકી ૩૪૮૧ બોટ પોરબંદર ખાતે પરત આવી છે. જ્યારે પોરબંદરની ૧૦૦ જેટલી બોટ ઓખા ખાતે, ૩૦૦ જેટલી બોટ વેરાવળ ખાતે, મહારાષ્ટ્રના રત્નાગીરી ખાતે ૨૦૦ બોટ અને જખૌ ખાતે ૧૪૮ બોટલ લાંગરેલ છે.આથી તમામ બોટો સલામત હોવાનું જાણવા મળ્યું છે.
પોરબંદર નગરપાલિકાએ ચોપાટી ઉપર પ્રવેશબંધી માટે સરકારની સુચના અનુસાર બેનરો લગાડી દીધા છે.જાહેર જનતાને તા.૬-૧૧ થી તા. ૮-૧૧ સુધી સાવચેતી રૂપે ચોપાટી ઉપર પ્રવેશબંધ રાખવામાં આવ્યો હોવાનું ચીફ ઓફિસરે આપેલી સુચનામાં જણાવ્યું છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે ભલે વાવાઝોડા ની ગતિ ઓછી થઈ ગઈ હોય પરંતુ તેને હલકામાં ના લેવું જોઈએ.