ગુજરાતનાં આ મંદિર માં થાય છે,નિ:સંતાન દંપત્તિઓ ની મનોકામના પૂર્ણ

ગુજરાત માં એક મંદીર એવું પણ આવેલું છે. જ્યાં ની:સંતાન દંપતી ની ઈચ્છા પૂર્ણ થઈ છે તો આવો જાણીએ આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી.ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં બહુચરાજીનું મંદિર માત્રા રાજ્ય અને દેશમાં જ નહીં દુનિયામાં પણ પ્રખ્યાત છે.વિદેશોમાં પહેતા ભારતીયોને પણ આ મંદિરમાં અખૂટ શ્રદ્ધા રહેલી છે.પૂનમ જેવા તહેવારોમાં ભક્તોનો ધસારો ખાસ રહેતો હોય છે.ભક્તોને માતાથીમાં આસ્થા.

આ મંદિરમાં લગ્ન પછી છેડાછોડી, બાધા વગેરે માટે બહુચરમાની પૂજા કરાય છે.આ મંદિરમાં લોકોને ઊંડી આસ્થા છે અને આસ્થા પૂર્ણ થાય છે તેવું ભક્તોનું માનવું છે.જાણો આ મંદિર સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો અને આ મંદિરે સુધી કઈ રીતે પહોંચી શકાય.સંતાન પ્રાપ્તિની મનોકામના થાય છે પૂરી,બહુચરાજીમાં ખાસ કરીને નિઃસંતાન દંપત્તિ સંતાનની મનોકામના સાથે અહીં આવે છે. બહુચરમાના આશિર્વાદથી લોકોના ઘરે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.અહીં કિન્નર સમુદાયના લોકો ખાસ પૂજા અને અનુષ્ઠાનનું આયોજન કરે છે.

માન્યતા એવી પણ છે કે ઘણાં દુષ્ટ રાક્ષસોના ભક્ષણ કરવાથી તેમને બહુચરાજી કહેવામાં આવે છે.બહુચરમા કૂકડાની સવારી કરે છે,બહુચરાજી કૂકડાની સવારી કરે છે.તેમની આ સવારીને લઈને એક પ્રચલિત દંતકથા પણ છે. કહેવાય છે કે એક વખત અલ્લાઉદ્દીન દ્વિતિય પાટણને જીતને આ મંદિરને તોડવા માટે સેના સાથે પહોંચ્યો હતો ત્યારે દેવીના વાહન મરઘા ચરી રહ્યા હતા અને સૈનિકોએ મરઘા પકડીને ખાઈ લીધા પણ એક મરઘો બચી ગયો.સવારે જ્યારે બાંગ પોકારવાનું શરુ કર્યું તો સૈનિકોના પેટની અંદરથી મરઘા પણ બાંગ પોકારવા લાગ્યા અને પેટ ફાડીને બહાર આવ્યા.

આ જોઈને અલ્લાઉદ્દીન સહિત તમામ સિપાહી મંદિર તોડ્યા વગર જ ભાગી ગયા.આ કારણે કિન્નરો કરે છે બહુચરમાની ઉપાસનાએક પૌરાણિક કથા પ્રચલિત છે. ગુજરાતમાં એક વખત નિઃસંતાન રાજાએ સંતાન પ્રાપ્તિ માટે બહુચરમાની આરાધના કરી. માએ પ્રસન્ન થઈને તેમને પુત્ર પ્રાપ્તિના આશિર્વાદ આપ્યા.રાજાના ઘરે પુત્ર થયો,પણ તે નપુંસક હતો.એક દિવસ બહુચરાજી તેમના સપનામાં આવ્યા અને તેને ગુપ્તાંગ સમર્પિત કરીને મુક્તિના માર્ગે આગળ વધવા કહ્યું.રાજકુમારે એવું જ કર્યું અને માના ઉપાસક બની ગયા.

આ ઘટના પછી તમામ કિન્નરો બહુચરમાને પોતાના કુળદેવી માનીને ઉપાસના કરે છે.આ રીતે પહોંચી શકાય બહુચરાજી,આ મંદિર અમદાવાદથી 90 કિલોમીટરના અંતરે આવેલું છે.

અહીં પહોંચવા માટે અમદાવાદ રણુજા પેસેજન્સ ટ્રેન જાય છે. જે કાલુપુર સિવાય ચાંદખેડા રોડ અને સાબરમતી અને કલોલ સ્ટેશન પરથી મળી રહેશે. બહુચરાજી જવા માટે GSRTCની બસો પણ જાય છે. આ સિવાય કાર કે ટેક્સી ભાડે કરીને પણ અહીં પહોંચી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top