ગુજરાતના આ જિલ્લામાં આવતી કાલે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી,વાંચો આ અહેવાલ

આગામી બે દિવસ સુધી અમદાવાદ સહિતના રાજ્યના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લાઓમાં બચાવ કામગીરી માટે NDRF અને SDRFની 17 ટુકડીઓ ડીપ્લોય કરાઈ છે તથા એક ટુકડી ગાંધીનગર સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

શહેરમાં ગત વર્ષના ચોમાસાની જેમ વરસાદની હજુ ઘટ છે. દર ચોમાસામાં સરેરાશ ૩૦ ઇંચ વરસાદ પડે છે, તેની તુલનામાં અમદાવાદમાં હજુ દસથી બાર ઇંચ વરસાદની જરૂર છે.

જોકે આવતી કાલે શહેરમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ હોય મ્યુનિસિપલ તંત્ર સાબદું થયું છે.

શહેરીજનો ગત ૩૧ જુલાઇની સાંજે પડેલા ત્રણથી સાડા ત્રણ ઇંચ વરસાદમાં ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. મ્યુનિ. કોર્પોરેશનના સદ્નસીબે વડોદરાની જેમ તે દિવસે સાંબેલાધાર વરસાદ પડ્યો ન હતો અને રાતના સાડા આઠ પછી વરસાદનું જોર ઓછું થઇ ગયું હતું.

હવામાન વિભાગ દ્વારા ખેડા જિલ્લામાં આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેથી વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.

અને જિલ્લાના મુખ્ય અધિકારીઓને મુખ્ય મથકે હાજર રહેવા અને તલાટીઓને ગામડાઓમાં હાજર રહેવાની સૂચના જિલ્લા કલેક્ટર દ્વારા અપાઈ છે.

ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં થયેલ લો પ્રેસર સિસ્ટમને કારણે ચરોતરમાં આગામી ૮ અને ૯ ઓગષ્ટ દરમ્યાન ભારે થી અતિભારે વરસાદની આગાહી ડિઝાસ્ટર કચેરી દ્વારા કરાઇ છે.

આથી વહીવટી તંત્ર દ્વારા વિકટ પરિસ્થિતને પહોંચી વળવા આગોતરા આયોજનો હાથ ધરાયા છે. આ માટે જિલ્લાના તમામ અધિકારીઓને મુખ્ય મથકો ઉપર, તલાટીઓને ગામડાઓમાં હાજર રહેવાની તાકીદ કરાઇ છે.

જેના કારણે હજારો અમદાવાદીઓએ હાશકારો અનુભવ્યો હતો, જોકે શહેરમાં માત્ર બેથી ત્રણ ઇંચ વરસાદમાં રસ્તા ધોવાઇને ઠેર ઠેર ખાડા પડવાનું ચાલુ વર્ષે પણ અટક્યું નથી. જે તંત્રના રોડના કામના ભ્રષ્ટાચારની ચાવી ખાય છે.

જોકે અમદાવાદીઓએ આવતી કાલે ભારે વરસાદની શક્યતા હોઇ રોડ પરના ખાડા કે વરસાદી પાણી ભરાવાના મામલે સતર્ક રહેવાની જરૂર છે. સ્થાનિક હવામાન કચેરીના જણાવ્યા અનુસાર શહેરમાં આવતી કાલે ભારે વરસાદ પડી શકે છે.

આ અંગે જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ જિલ્લામાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરીના અગમચેતી પગલાં લેવાયા છે, તમામ વિભાગો દ્વારા ભારે વરસાદમાં કામગીરી માટેનો એક્શન પ્લાન પણ ઘડાયો છે.

મધ્યગુજરાત વીજ કંપની, માર્ગ અને મકાન સ્ટેટ પંચાયત વિભાગ, તથા તમામ મામલતદાર કચેરીઓને બચાવ રાહતના સાધનો સાથે તૈયાર રહેવાની સૂચના અપાઇ છે.

જિલ્લાની તમામ નગરપાલિકાઓને વરસાદી પાણીના નિકાલ માટે ડી-વોટરીંગ પંપ, સફાઇના સાધનો ઉપરાંત કોઇ જગ્યાએ જો લોકોનું સ્થળાંતર કરવું પડે તો શહેર અને ગામડાઓમાં આશ્રય સ્થાનો નક્કી કરી, ત્યાં લોકો માટે ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

વળી વરસાદ બાદ શહેર અને ગામડાઓમાં સફાઇ તેમજ પાણીના ક્લોરીનેશન માટેની સૂચનાઓ અપાઇ છે. ત્યારે આગામી બે દિવસોની ભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્ર સુસજજ્ છે.

જોકે સમગ્ર અઠવાડિયું શહેરમાં હળવા વરસાદનું જોર રહેશે. દરમ્યાન રાજ્યના હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે, જેના કારણે વડોદરા શહેર તેમજ દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લામાં તંત્રને સાબદું કરી દેવાયું છે.

રાજ્યમાં વિરામ બાદ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે અને આવતી કાલે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડે તેવી આગાહી છે. આમ બંગાળની ખાડીનું લો પ્રેશર હવે ડીપ્રેશનમાં ફેરવાતાં ગુજરાતમાં 9મી ઓગસ્ટથી સાર્વત્રિક વરસાદ વરસે તેવી શક્યતા છે.

વડોદરામાં વરસાદનું ફરી થયું આગમન

જ્યારે બીજી તરફ વડોદરામાં ફરી એક વખત વરસાદનું આગમન થયું છે. શહેરના સયાજીગંજ, ફતેહગંજ, અકોટા,આજવા રોડ,વાઘોડિયા રોડ અને રાવપુરામાં વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગે વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થયુ છે. આગાહીને લઈને તંત્રએ લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવાની અપીલ કરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top