હાલ સમગ્ર ગુજરાત માં આશા કરતા વધારે વરસાદ છે. ત્યારે આ વર્ષે ઘણા રાજ્યો માં વરસાદ તો પડયો છે પણ હજી ઘણા રાજ્યો માં વરસાદ ની અછત જોવા મળે છે.
અને વરસાદ ન પાડવા ને કારણે એ રાજ્યો માં ખેડૂતો ને પણ ઘણું નુકસાન થતું હોય છે.અને હવે આ રાજ્યમાં થોડા સમયના વિરામ બાદ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.
ગુજરાતમાં એક નવી હવામાન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે,જેના કારણે ગુજરાતના અલગ-અલગ ભાગોમાં આ અઠવાડિયે વરસાદ પડવાની સંભાવના છે.
રાજ્યમાં હજુ પણ 10 ટકા વરસાદની ઘટ છે. રવિવારે રાત્રે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં છાંટા પડ્યા હતા.હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરા,છોટા ઉદેપુર,નર્મદા,ભરૂચ,ખેડા,આણંદ, પંચમહાલ,દાહોદ,સુરત,અમરેલી,ભાવનગર,ડાંગ અને નવસારી સહિતના જિલ્લાઓમાં સોમવારે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
મંગળવારે આ સિસ્ટમથી દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો સહિત બનાસકાંઠા, સાબરકાંઠા,મહિસાગર, ગાંધીનગર અને અમદાવાદમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.
જ્યારે બુધવારે આ વરસાદ આગળ વધીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠા સાથે રાજકોટ, જામનગર, મોરબી અને કચ્છમાં પડી શકે છે.
રવિવારે ઉત્તર પશ્ચિમ અરબ સાગરમાં સર્જાયેલી અપર-એર સર્ક્યુલેશન સિસ્ટમ તથા પૂર્વ તરફથી વધુ એક સિસ્ટમ ગુજરાતમાં આવી છે.
જેના પરિણામે સોમવારે સારો વરસાદ પડવાની સંભાવના છે. હવામાનના જાણકારોએ કહ્યું કે,ઓગસ્ટના પહેલા અઠવાડિયા બાદ આખા મહિનામાં કુલ વરસાદના 15 ટકાથી પણ ઓછો વરસાદ પડ્યો છે.
જ્યારે કેટલાક જિલ્લાઓ મુખ્યરૂપે દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 100 ટકા વરસાદ પડ્યો છે.જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ છે.
જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પડેલા સારા વરસાદતથી રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની આવક થઈ છે.અને જો આ વર્ષે પણ વધુ વરસાદ પડયો તો ખેડૂતો ને ખૂબ ફાયદો થવા નો છે અને હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી માહોલ છે ત્યારે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરતા તંત્ર સાવધાન થઇ ગયું છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષણિ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાવાની શકયતા છે. આ સિવાય રાજયના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ ચાલુ રહેશે.
સમગ્ર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ પછી ફરી એકવાર વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હેઠળ રવિવારે રાત્રે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસવા લાગ્યો હતો.
અહીંના વસ્ત્રાપુર બોડકદેવ, થલતેજ, ચાંદલોડિયા, ગોતા, ઘાટલોડિયા, ચાણક્યપુરી જેવા વિસ્તારોમાં વરસાદનો ધીમી ધારે આગમન થયું છે.
જો કે હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
તાજેતરના સમાચાર મુજબ ગીર-સોમનાથમાં જંગલોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત સાથે ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર સક્રિય થયું છે.
સાથે ઉત્તર ઓરિસ્સામાં હવાના હળવા દબાણથી આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત સાથે મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.વડોદરા શહેરમાં 10 દિવસના વિરામ બાદ આજે ફરીથી મેઘરાજાએ એન્ટ્રી કરી છે.
ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારમાં લો-પ્રેશર સાથે અપર એર સરક્યુલેશનથી ત્રણ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે.
અમદાવાદમાં 26, 27 ઓગસ્ટ દરમિયાન 2થી 3 ઈંચ વરસાદ થવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે. હવામાનના વર્તારા મુજબ સુરત, નવસારી, વાપી, રાજપીપળા, ખેડા, આણંદ, વડોદરા અને નર્મદા જેવા વિસ્તારોમાં વરસાદની સૌથી વધુ અસર રહેશે. અમદાવાદમાં મંગળ અને બુધવારે વરસાદ થઈ શકે છે.
આજે સવારથી જ વડોદરામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેને કારણે નોકરી-ધંધા પર જવા લોકો અટવાઇ ગયા હતા.
અને અલકાપુરી, રાવપુરા, ન્યાયમંદિર અને માંડવી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદ અને પૂરે વડોદરા શહેરના બે વખત ઘરરોળ્યું હતું. ત્યારબાદ વરસાદને વિરામ લીધો હતો.
જોકે આજે સવારથી જ વડોદરા શહેર પર વાદળો મંડરાયા હતા.અને શરૂઆતમાં ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે.
ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશમાં નબળું લો-પ્રેશર અને જમીનથી દોઢ કિમી ઉપર અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન પણ સક્રિય છે.
જેથી આગામી બે દિવસ મોનસુન ટ્રફનો પશ્ચિમ છેડો દક્ષિણ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ગુજરાત સુધી લંબાશે અને વરસાદ થશે.