ગુજરાતમાં પેટાચૂંટણી પ્રચારનો અંત, 21 ઓક્ટોબરે થશે મતદાન, આ તારીખે થશે મતગણતરી

આપણે સૌ જાણીએ છે કે અત્યાર સુધીમાં પેટાચૂંટણીમાં માટે જોર સોરધી પ્રચાર ચાલી રહ્યો હતો. પરંતુ આજે તેનો અંત આવ્યો છે. પ્રચાર હોવી આજના દિવસે બંધ રેહશે અને હવે સીધું મતદાન થશે.

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકો માટે 21 ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાશે. થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ અમરાઇવાડી લુણાવાડા એમ 6 બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણી માટે શનિવારે સાંજે પ્રચારના પડધમ શાંત થઇ ગયા છે.

સોમવારે 6 બેઠક પર 14.76 લાખ મતદારો 1781 મતદાન મથક પર મતદાન કરશે. 24 ઓક્ટોબરના મત ગણતરી હાથ ધરાશે.  આ 6 બેઠકમાં જ્યાં પેટા ચૂંટણી યોજાવવાની છે તેમાંથી 3 માં ભાજપે, બેમાં કોંગ્રેસે જ્યારે 1માં અપક્ષે 2017 ની વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. ભાજપે આ વખતે થરાદ બેઠક પરથી જીવરાજ પટેલ ને ટિકિટ આપી છે. જ્યારે રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર તો ખેરાલુ બેઠક પરથી અજમલ ઠાકોર.

વાત કરીએ બાયડની તો બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા ની ટિકિટ છે. અમરાઇવાજી બેઠક પરથી જગદીશ પટેલ, લુણાવાડા બેઠક પરથી જીજ્ઞોશ સેવકને ટિકિટ આપેલી છે. બીજી તરફ કોંગ્રેસે થરાદ બેઠક પરથી ગુલાબસિંહ રાજપુત, બાયડ બેઠકથી જશુભાઇ પટેલ, અમરાઇવાડી બેઠકથી ધર્મેન્દ્ર પટેલ, લુણાવાડા બેઠકથી ગુલાબસિંહ ચૌહાણ, રાધનપુર બેઠકથી રઘુ દેસાઇ, ખેરાલુ બેઠકથી બાબુજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. જેમાં રાધનપુર બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજીનામું આપીને ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી.

આ વખતે રાધનપુર બેઠકમાં ભાજપે અલ્પેશ ઠાકોરને જ્યારે કોંગ્રેસે રઘુ દેસાઇને ટિકિટ આપેલી છે. વાતકરીએ પક્ષપલટો કરનાર અલ્પેશભાઈ ની તો 2017 ની વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે ભાજપના ઉમેદવાર સામે 14857 મતથી વિજય મેળવ્યો હતો.

અમરાઇવાડી બેઠકમાંથી ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલ લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ પરથી ચૂંટાતા આ બેઠક ખાલી પડી હતી. વિધાનસભાની આ પેટા ચૂંટણી માટે ચૂંટણી પંચે છેલ્લી ઘડીની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ચૂંટણી માટે એસટી નિગમની 156 બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

મતદાનના દિવસે કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં માટે 6 બેઠકો પર 1805 હિથયાર જમા લેવામાં આવ્યા છે. 21 ફ્લાઇંગ સ્ક્વોડ, 15 વિડીયો સર્વેલન્સ ટીમ તૈનાત કરાશે. 400 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે. જેથી કોઈ અશમાજિકતત્વ ના ચલતે કોઈ ને નુકશાન થાય નહીં. વાત કરીએ જનસંખ્યા ની તો ચૂંટણીમાં કુલ 14.74 લાખ મતદારો છે.

જેમાં 7.70 લાખ પુરૂષ 7.04 લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસ બંનેએ વિજયના દાવા વ્યક્ત કર્યા છે. શનિવારે પેટા ચૂંટણીના પ્રચાર પ્રસારના અંતિમ તબક્કામાં ભાજપ દ્વારા અમરાઇવાજી ખાતે મહારેલી યોજાઇ હતી.

ભાજપના  પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ અને ગૃહમંત્રી અમિત શાહની કાર્યશૈલીના કારણે સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદની સુનામી સાથે કોંગ્રેસના સુપડા સાફ થશે.

તમામ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે તેવા સંકેત માડી રહ્યાંછે. 781 મતદાન મથકો પર મતદાન 14.74 લાખ મતદારો 7.70 લાખથી વધુ પુરૂષ મતદારો 7.05 લાખથી વધુ મહિલા મતદારો 21 સ્ક્વોર્ડ સહિત વિડીયો કેમેરામેનની ટીમ 400 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ જો કે સૂત્રો જીતનો ઈશારો ભાજપા બાજુ કરી રહી છે. પરંતુ સચ્ચાઈ પરિણામ બળજ ખબ પડી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top