કોરોનાની જંગમાં મેદાન-એ-જંગમાં ઉતર્યા ટીવીના રામ, લખનઉ અને પટણામાં બનાવશે 1000 બેડની હોસ્પિટલ

કોરોના મહામારીની બીજી લહેરનો કહેર પ્રતિદિવસ વધતો જોવા મળી રહ્યો છે. બગડતી પરીસ્થિતિને જોતા હવે કોરોના સંક્રમીતોને સારવાર મેળવવા પણ મુશ્કેલી થઈ રહી છે. દેશમાં હાલના સમયે ઓક્સીજન, હોસ્પિટલોમા બેડ અને સારવાર માટે હાહાકાર મચી ગયો છે. જ્યારે હવે બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ મદદ માટે પોતાનો હાથ આગળ વધારી રહ્યા છે.

સલમાન ખાન, અક્ષય કુમાર, સોનું સૂદ બાદ હવે ટીવીના રામ એટલે ગુરમીત ચૌધરીએ પણ કોરોના સામે મેદાન-એ-જંગમાં ઉતરી ગયા છે. ગુરમીત ચૌધરી સામાન્ય લોકો માટે હોસ્પિટલ ખોલવા જઈ રહ્યા છે. આ વાતની જાણકારી અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી દીધી છે.

ગુરમિત ચૌધરીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “મેં નિર્ણય લીધો છે કે, હું પટણા અને લખનઉમાં સામાન્ય લોકો માટે 1000 બેડ વાળી અલ્ટ્રા મોર્ડન હોસ્પિટલ ખોલીશ, ત્યાર બાદ હું અન્ય શહેરો પણ લઇ જઈશ. માત્રા તમારા બધાના આશીર્વાદ અને સાથે જોઈએ, જય હિન્દ. તેનાથી જોડાયેલ જાણકારી જલ્દી જ તમારા બધાની સાથે શેર કરીશ. ચાહકો ગુરમીતના આ પગલાની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.

એક દિવસ પહેલા ગુરમીત ચૌધરીએ સોશિયલ મીડિયા પર પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, “મારી ઈચ્છા છે કે, હું કાશ 10 હજાર બેડ વાળું ચેરિટેબલ હોસ્પિટલ 10 અલગ શહેરોમાં ખોલી શકતો.”

આ અગાઉ ગુરમીત પત્ની દેબિના બેનર્જીની સાથે પ્લાજ્મા પણ ડોનેટ કરી ચુક્યા છે. ગુરમીતે પોતાના ટ્વીટર પર તસ્વીર શેર કરી લખ્યું હતું – “અમે અમારા સ્તર પર મદદ કરતા પ્લાજ્માં ડોનેટ કર્યું છે. તમને બધાને નિવેદન છે કે, તમે પણ મદદ માટે આગળ આવ્યો અને જરૂરિયાતને મદદ કરો.”

Scroll to Top