ગુસ્સાનો પ્રકોપ: પત્નીએ બનાવેલ ચટણી ના ભાવતા પતિએ પત્ની કરી નાખી હત્યા

મધ્યપ્રદેશના દતિયા જિલ્લાથી એક કરુણ ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, પતિને ચટણી ખાવામાં મજા ના આવી તો તેણે પત્નીની હત્યા કરી નાખી હતી. આ ઘટના ગોરાઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉપરાંયગાંવ સામે આવી છે. ઉપરાંય ગામમાં રહેનાર આનંદ ગુપ્તાની નાસ્તાની દુકાન રહેલી છે. આનંદ ગુપ્તા નાસ્તાની દુકાન પર સમોસા અને કચોરી વેંચવાનું કામ કરે છે. તેના માટે તે ઘરે જ પત્ની પાસેથી ચટણી બનાવવાનું કામ કરાવતા હતા.

જેમાં રવિવારના રોજ સવારના આનંત ગુપ્તાએ પત્ની પ્રીતિને નાસ્તાની દુકાન માટે ચટણી બનાવવાનું કહ્યું હતું, પરંતુ ચટણીનો સ્વાદ તેમને સારો લાગ્યો નહિ. જ્યારે ચટણી ચાખવાની સાથે જ આનંદ ગુસ્સામાં આવી ગયો અને પત્નીને બોલવાનું તેને શરુ કરી નાખ્યું હતું. પત્નીએ પણ પતિ સાથે ઝઘડો શરુ કરી નાખ્યો હતો. વાત એટલી આગળ વધી ગઈ કે આનંદ ગુપ્તાએ પત્ની પર હુમલો કરી નાખ્યો હતો.

આ લડાઈને જોતા આનંદના માતા વચ્ચે પડ્યા હતા પરંતુ તેમને રોકી શક્યા નહોતા. ઘટનાસ્થળે જ પ્રીતિએ અંતિમ શ્વાસ લઈ લીધા હતા. આ બાબતની જાણકારી પોલીસને મળી તો પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ગોરાઘાટ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો અને આરોપીની શોધ શરુ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ નાસી છુટ્યો હતો.

આ ઘટના બન્યા બાદ પરિવારમાં હાહાકાર મચી ગયો છે. એસડીઓપી દીપક નાયક દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમના ઘરમાં પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો હતો. ચટણીનો સ્વાદ સારો ના હોવાના કારણે વિવાદમાં વધારો થયો હતો. આરોપી દ્વારા માથા અને ગરદન પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ સતત આરોપીની શોધ કરવામાં આવી રહી છે.

Scroll to Top