જ્ઞાનવાપી મસ્જિદ પાછળ મંદિરના પૂજારીનો દાવો- શિવલિંગ નહીં ફુવારો છે અંદર, બાળપણથી જોતો આવ્યો છું

જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો આ દિવસોમાં સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે. જ્યારે હિન્દુ પક્ષ પરિસરમાં શિવલિંગ હોવાનો દાવો કરી રહ્યું છે, જ્યારે મુસ્લિમ પક્ષ તેને ફુવારો ગણાવી રહ્યું છે. જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં કરાયેલા સર્વેનો રિપોર્ટ વારાણસીની કોર્ટમાં સુપરત કરવામાં આવ્યો છે અને આ મામલે કોર્ટનો નિર્ણય આવવાનો બાકી છે. ત્યાં જ કાશી વિશ્વનાથ મંદિરની પાછળ સ્થિત કાશી કરવત મંદિરના મહંત પંડિત ગણેશ શંકર ઉપાધ્યાયે આ વિષય પર અલગ દાવો કર્યો છે. મહંત ગણેશ શંકર ઉપાધ્યાય કહે છે કે જ્ઞાનવાપી મસ્જિદના સર્વેમાં મળેલી શિવલિંગ જેવી આકૃતિ એ શિવલિંગ નથી, પરંતુ ફુવારો છે.

50 વર્ષથી ફુવારાની મુલાકાત

ગણેશ શંકર ઉપાધ્યાયે એવો પણ દાવો કર્યો હતો કે તેઓ છેલ્લા 50 વર્ષથી ફુવારાને નિહાળી રહ્યા છે, પરંતુ ક્યારેય તેને કાર્યરત જોયો નથી. એક ખાનગી મીડિયા સાથેની એક મુલાકાતમાં, કાશી કરવતના મહંતે જણાવ્યું હતું કે, “આ માળખું ઘણા લોકોને શિવલિંગ જેવું લાગે છે, પરંતુ મારી જાણમાં તે એક ફુવારો છે. મેં નાનપણથી આ ફુવારો જોયો છે. હવે લગભગ 50 વર્ષ થઈ ગયા છે.” મહંતે કહ્યું કે તેણે ઘણી વખત આ માળખું ખૂબ નજીકથી જોયું અને મસ્જિદના કામદારો અને મૌલવીઓ સાથે વાતચીત કરી હતી.

મુઘલ કાળનો ફુવારો

મહંતે કહ્યું કે મસ્જિદમાં લોકોએ પણ પૂછ્યું કે તે ક્યારે ચાલે છે, તેનો ફુવારો જોઈને કેવું લાગે છે. તેના પર સેવાદાર કે મૌલવી કહેતા કે આ ફુવારો મુઘલ કાળનો છે. મહંત ગણેશ શંકર ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું કે મીડિયામાં જે વીડિયો દેખાઈ રહ્યો છે, જેમાં કેટલાક સફાઈ કામદારો જોવા મળી રહ્યા છે. ઉપરથી લીધેલા ફોટામાં નીચે દેખાતી આકૃતિ શિવલિંગ જેવી લાગે છે.

સામે નંદીની હાજરીના પ્રશ્ન પર પંડિત ગણેશ શંકર ઉપાધ્યાયે કહ્યું કે એ કડવું સત્ય છે કે ત્યાં એક મંદિર હતું અને મુઘલ શાસનમાં તેને તોડીને તેના પર મસ્જિદ બનાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે મંદિરનો થોડો ભાગ હજુ પણ બાકી છે. સાથે જ તેમણે કહ્યું કે જેને ભોંયરું કહેવામાં આવી રહ્યું છે, તે વાસ્તવમાં ભોંયરું નથી.

મહંત ઉપાધ્યાયે કહ્યું કે પહેલા માળે માત્ર મસ્જિદ છે. ભોંયરામાં જે સ્તંભો દેખાય છે તેના પરથી એવું લાગે છે કે ત્યાં કોઈ મંદિર હતું. વઝુખાનાના સવાલ પર મહંતે કહ્યું કે લોકો કહે છે કે મુસલમાન ત્યાં હાથ ધોવે છે. કોગળા કરવાની જગ્યા બહાર છે. મુસ્લિમ સમાજના લોકો ત્યાંથી પાણી લેતા હતા અને પછી બહાર આવીને વજુ કરતા હતા.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો