નવું નામ અને નવી ઓળખ: હબીબગંજ રેલ્વે સ્ટેશન ને આપવામાં આવ્યું રાણી કમલાપતિ રેલવે સ્ટેશન નામ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવેથી થોડા સમય બાદ વિશ્વસ્તરીય પુનર્વિકાસકાર્ય પૂર્ણ થવા પર હબીબગંજ રેલ્વે સ્ટેશનને તેના નવા નામ (રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન) સાથે દેશને સમર્પિત કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ આ નવા અને ભવ્ય રેલવે સ્ટેશનની અનેક તસવીરો પોસ્ટ કરી છે. મુસાફરોની સરળતાને ધ્યાનમાં રાખીને આ સ્ટેશન પર સંખ્યાબંધ એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે. ટ્રેનો વિશેની માહિતી આપવા માટે વિવિધ સ્થળોએ એલઇડી સ્ક્રીન પણ લગાવવામાં આવ્યા છે.

ગોંડ સામ્રાજ્યની બહાદુર અને નિર્ભય રાણી કમલાપતિના નામ પરથી પુનઃવિકસિત રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન મધ્ય પ્રદેશનું પ્રથમ વિશ્વસ્તરીય રેલવે સ્ટેશન છે. જાહેર-ખાનગી ભાગીદારી કરીને સ્ટેશનને આધુનિક વિશ્વ સ્તરીય સુવિધાઓ સાથે ગ્રીન બિલ્ડિંગ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં વિકલાંગ વ્યક્તિઓ માટે ગતિશીલતાની સરળતાને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. આ સ્ટેશનને ઇન્ટિગ્રેટેડ મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટના હબ તરીકે પણ વિકસાવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં ગેજ કન્વર્ટ અને ઇલેક્ટ્રિફાઇડ ઉજ્જૈન-ફતેહાબાદ ચંદ્રવતીગંજ બ્રોડગેજ સેક્શન, ભોપાલ-બરખેડા વિભાગમાં ત્રીજી લાઇન, ગેજ કન્વર્ટ અને ઇલેક્ટ્રિફાઇડ માથેલા-નિમાદ ખેરી બ્રોડ સહિત અનેક રેલવે ની નવી શરૂઆતો દેશને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી ઉજ્જૈન-ઇન્દોર અને ઇન્દોર-ઉજ્જૈન વચ્ચે બે નવી મેમુ ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે.

Scroll to Top