હળવદ પંથકમાં રહેનાર અને મુળ ભુજની પરિણીતાને એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ દરમિયાન યુવકે તેની સાથેના અંગતપળોના ફોટોસ અને વીડિયો લઇ લીધા હતા. આ વીડિયો અને ફોટોસ બતાવીને તેમજ તેને વાઈરલ કરવાની ધમકી આપી અવારનવાર પરિણીતાની ઈચ્છા વિરુદ્ધ જુદી-જુદી જગ્યાએ લઇ જઈને તેની સાથે દુષ્કર્મ ગુજારવા સિવાય પરિણીતાની સગીર વયની દીકરી સાથે પણ શારીરિક અડપલાં કરવાના કારણે કંટાળીને પરિણીતા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. પરિણીતા દ્વારા હળવદ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરાવવાની સાથે જ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તેમ છતા બ્લેકમેઇલર યુવાન હાલ ગુમ થઈ ગયો છે જેના કારણે પોલીસે તેને પકડવા માટે શોધખોળ શરુ કરી છે. આ અંગે વધુ પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ભુજના રહેવાસી અને હાલ હળવદમાં રહેનારી પરિણીતાને હળવદના ચંદ્રપાર્ક વિસ્તારમાં રહેનાર કમલેશ ભીખાભાઇ ભોરણીયા સાથે આંખ મળી જતા પ્રેમસંબંધ બંધાઈ ગયો હતો.
જ્યારે પ્રેમમાં બંને પાત્રોએ અંગત પળો પણ માણી હોઈ તેનાં ફોટોસ તથા વીડિયો પ્રેમી પાસે રહેલા હતા. આ ફોટોગ્રાફ અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપીને પ્રેમી દ્વારા પરિણીતા પર વારંવાર દુષ્કર્મ આચારવામાં આવ્યું રહ્યું હતું. પરિણીતા દ્વારા આ બાબતમાં હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોકસો મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.