હજી પણ ગુજરાતમાં ‘ક્યાર’ વાવાઝોડા ની અસર યથાવત,આ રાજ્યો માં વર્ષી શકે છે ભયંકર વરસાદ.

લગભગ બધા ને એવુજ લાગતું હતું કે ચોમાસાએ હવે વિદાય લઇ લીધી છે. વિદાય લીધી હોવા છતા પણ ગુજરાતમાં કમોસમી વરસાદની ભીની ભીતિ જોવા મળે છે.‘કયાર’ વાવાજોડાની અસર હજુ પણ ગુજરાતમાં યથાવત છે. ક્યાર વાવાઝોડું ગુજરાતથી 1130 કિલોમીટર દૂર હોવા છતા રાજ્યમાં તેની અસરને પગલે અનેક જગ્યાએ છુટ્ટો છવાયો વરસાદ પડ્યો છે.ક્યાર વાવાજોડું નબળું પડ્યું પરંતુ તેની અસર 31 ઓક્ટમ્બર સુધી રાજ્યભરમાં રહેશે.

રાજ્યનાં અનેક વિસ્તારોમાં છૂટોછવાયો તેમજ પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે. હજુ પણ આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો અને પવન સાથે વરસાદ આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. તો બીજી તરફ વધુ એક સિસ્ટરમ અરબી સમુદ્રમાં બની રહી છે.

આ સિસ્ટરમ હાલમાં ડિપ્રેશન છે ત્યારબાદ ડિપડિપ્રેશનમાં પ્રવર્તિત થશે અને ડિપડિપ્રેશન વાવાઝોડુ બનશે. પરંતુ તેની વધારે અસર ગુજરાત પર પડશે નહિ. આગામી 3 દિવસ પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેના કારણે હાલ જગતનો તાત પરેશાન છે એક તરફ ચોમાસામાં પણ ભારે વરસાદને કારણે પાકને અસર થઇ છે. ચોમાસાની વિદાય બાદ પણ વરસાદને કારણે ડાંગર, કપાસ જેવા પાકને ભારે નુકશાન પહોંચતા ખેડૂતો પરેશાન છે.

રાજ્યમાં ક્યાર વાવાઝોડાની અસર યથાવત્વા.વાઝોડું 1130 કિમી મુંબઈથી દૂર.આવતીકાલે અનેક જગ્યાએ છૂટો છવાયો રહેશે વરસાદ.‘ક્યાર’ની અસર હજુ પણ ગુજરાતમાં રહેશે.જેને કારણે ગુજરાત ના સક્રિય વિસ્તારમાં રીમઝીમ વરસાદ જોવા મળશે.જેને લઈને ઘણા ખેડૂતો ચિંતા માં છે.રવિ પાક ને લઈને પણ ખેડૂતો ખુબજ ચિંતા માં છે.

અરબી સમુદ્ધમાં બીજી એક સિસ્ટમ થઈ સ્ક્રીય.24 કલાકમાં ડિપ્રેશન પરિવર્તિત થશે ડિપ ડિપ્રેશનમાં.સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, હાલ ક્યાર સાયક્લોન 200થી 210ની ઝડપે આગળ વધી રહ્યું છે. જે બાદમાં 230 કિમી પ્રતિકલાકની ઝડપે જઈ શકે છે. ત્યારે અરબી સમુદ્રમાં બીજુ પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે. લો-પ્રેશન વેલમાર્ક લો-પ્રેશર બની ગયુ છે.

જે 24 કલાક બાદ ડિપ્રેશન અને ત્યારબાદ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. દરિયાકાંઠે સાયક્લોનનું બે નંબરનું સિગ્નલ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે મુજબ અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે. ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top