આ જગ્યાએ સ્વયંભૂ પ્રગટ થયા હતા હનુમાનજી, ભક્તોની દરેક મનોકામના કરે છે પૂરી

હનુમાનજીના ભક્તોને એ વાતનો ખ્યાલ હશે કે છત્તીસગઢમાં આવેલ બાલોદ જિલ્લામાં 400 વર્ષ જૂની હનુમાનજીની મૂર્તિ આવેલી છે. ભક્તોનું કહેવું છે કે પ્રતિમાની ઉચાઈ દિવસેને દિવસે વધતી જાય છે. આ મૂર્તિ સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ છે. સાથેજ લોકોનું કહેવું છે કે જમીનમાંથી મૂર્તિ નીકળી હતી.

મંદિરની ખ્યાતીને લઈને આ  મંદિરને પર્યટક સ્થળ બાવામાં માટે ગામના લોકોએ તેમજ મંદિર સમિતા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અ મંદિરમાં આવીને જે પણ સાચા મનથી ભગવાનનું નામ લે છે. તેની દરેક ઈચ્છા પૂરી થતી હોય છે. જેના કારણે લોકોની આસ્થા પણ આ મંદિર સાથે જોડાયેલી છે. સાથેજ દાતાઓ દ્વારા પણ આ મંદિરના બાંધકામ માટે ઘણું દાન આપવામાં આવ્યું છે.

લોકોનો દાવો છે કે આ મંદિર અંદાજે 400 વર્ષ જૂનુ છે. જેથી આ મંદિરને ઐતિહાસિક મંદિર માનવામાં આવે છે. જોકે આ મંદિરની વાસ્તવિક સ્થિતી હજું સુધી કોઈ જાણી શક્યું નથી. પરંતું મંદિર પ્રત્યેની લોકોની આસ્થા દિવસેને દિવસે હવે વધી રહી છે.

સાંભળીને તમને નવાઈ લાગશે કે તંત્ર દ્વારા મંદિરને કોઈ સહયોગ આપવામાં નથી આવતો.અહીયા દર શિવરાત્રીએ મેળો ભરાતો હોય છે. પરંતુ છેલ્લા 2 વર્ષતથી કોરોનાને કારણે કોઈ મેળો નથી ભરાયો મંદિરને દાતાઓ દ્વારા જે દાન આપવામાં આવ્યું છે. તેના દ્વારા મંદિરની ફરચતે ભવ્ય શિવલીંગ અને આસપાસમાં બગીચો બનાવામાં આવ્યો છે.

કોરોનાને કારણે છેલ્લા ઘણા સમયથી મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં નથી આવ્યો. પરંતુ જો પહેલાની વાત કરીએ તો મંદિરમાં ઘણી ભિડ રહેતી હતી. બીજી વાત એ કે મંદિરમાં હનુમાન જયંતીના દિવસે પણ કોઈ કાર્યક્રમ યોજવામાં નથી આવ્યા. પરંતુ સરકારી ગાઈડલાઈન પ્રમાણે તેની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેથી ગ્રામજનો પણ તે વાતને લઈને ખુશ રહેતા હોય છે.

ઉલ્લેખનીય છે કે હનુમાન જયંતીના દિવસે મંદિરમાં લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને હનુમાન જયંતી ઉજવી હતી. સાથેજ મંદિરમાં અન્નકૂટનું આયોજન પણ કરવામાં નહોતું આવ્યું જેના કારણે ભક્તોમાં ઘણી નીરાશા જોવા મળી હતી. જોકે તેમને પણ તે વાતનો ખ્યાલ હતો કે કોરોનાને મ્હાત આપવા સરકારી ગાઈડલાઈનનું પાલન તો કરવુંજ પડશે.

Scroll to Top