આપણે સૌ ને ખબર છે કે આ વર્ષ થયેલ પેટા ચૂંટણી માં અલ્પેશ ઠાકોરને કરારી હાર મળી છે.અને આ હાર ના કારણે અલ્પેશ ઠાકોર ખુબજ નિરાશ છે.અલ્પેશ ઠાકોર ની હાર બાદ લોકો એ ખૂનજ મજાક ઉડાવ્યો હતો.અને સોસિયલ મીડિયામાં તેનો ખુબજ મજાક ઉડયો હતો.
પરંતુ અલ્પેશ ઠાકોરે ચૂંટણીમાં પછડાટ ખાધા બાદ પણ સુધરવાનું નામ લીધું નથી.હજુ પણ ટંગડી ઊંચી જ રાખી છે.અને હજુ સુધારવાનું નામ નથી લેતો,ઠાકોર સમાજના નામે રાજકારણ કરી જીતવા નીકળેલા અલ્પેશ ઠાકોરને રાધનપુરમાં ઠાકોર સમાજના નેતાઓએ સબક શિખવ્યો છતાં ભારતીય જનતા પાર્ટીની રાધનપુર બેઠક માટે યોજાયેલા આભાર દર્શન અને સ્નેહમિલન કાર્યક્રમમાં ગેનીબેનનું નામ લીધા વિના એમના વિશે જેમ તેમ બોલ્યા છે.
અને તેમના વિશે ખૂનજ ખરાબ નિવેદન આપ્યું હતું.ગેની બેન ઠાકોર સમાજની જ મહીલા છે, તો શું ઠાકોર સમાજની કોઇપણ મહીલા વિશે આ ભાષામાં વાત કરવી યોગ્ય છે.અલ્પેશની આ મહીલા વિશે આ ભાષામાં વાતચીત રાજકીય અપરિવક્વતા દર્શાવે છે.અલ્પેશ ઠાકોરને જીતી જવાનો અહંમ તેમની હારનું કારણ બન્યો છે.અને તેના આ કારણે જ તેની હાર થઈ છે.અલ્પેશ ઠાકોર અગાઉ પણ આવા કેટલાક નિવેદનો આપી ચુક્યો છે,અલ્પેશ ઠાકોર એ એમ પણ કહ્યું હતું કે રૂપાણીની બાજુની કેબીનમાં બેસી લીલીપેનથી સહી કરવાનું અભિમાન કરનારને પ્રજાએ બહારનો રસ્તો દેખાડી દીધા બાદ પણ અલ્પેશ ઠાકોરે બેસતા વર્ષના આભાર દર્શન કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોર વિશે એલફેલ શબ્દો ઉચ્ચાર્યા હતા.અને તેમનું અપમાન કર્યું હતું.
ભાજપના ઠાકોર સમાજના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોર એ ગનીબેન ને એવું કહ્યું હતું કે,અમારા બાજુમાંથી એક બેન લૂણ ખવડાવવા આવ્યા હતા. સાહેબ એ તો મારી ભૂલ હતી જ મને કહો કે એ બેને ઠાકોર સમાજનું અહિત કર્યું તો શું ભલું કર્યું તે..આ અલ્પેશ ઠાકોરે તારૂં શું બગાડ્યું હતું ? છેલ્લા 25 વર્ષથી ટીકિટ માટે રખડતા તેમને ટીકીટ પણ આપી અને જીતાડ્યા પણ ખરા.એ ભૂલ જ હતી ને મારી.શા માટે આવ્યા હતા અહીં.તારા માટે પાર્ટી પહેલાં સમાજ પછી.
સમાજના નામે રાજનીતિ કરનારને જવાબ આપજો. આ બેન માટે હું કોઈ દિવસ નહીં બોલું એમનું એ લેવલ પણ નથી. આ જ પછી ક્યારેય ના બોલું. 3 વર્ષ આપ્યા છે તમને રાધનપુરના વિકાસ માટે,નહીં કામ કરો તો વર્ષ 2022માં ડબ્બા ગૂલ કરી દેશું. અલ્પેશ ઠાકોર જેટલો છૂટ્ટો રહે એટલો જ સારો, લ્યો બોંબ ખુલ્લો કરી દીધો તે ગમે ત્યાંથી પડશે.આમ અલ્પેશ ઠાકોરે ગનીબેન ઠાકોર ને આવા શબ્દો નો ઉપયોગ કરીને તેમને અપમાનિત કર્યા હતા.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ગેની બેન ઠાકોર સમાજના સૌથી કદાવર નેતા છે.ગેનીબેન એ ઠાકોર સમાજના અને ઉત્તર ગુજરાતના કદાવર નેતા છે.અને તેમને અનેક સારા કામ કર્યા છે.જેઓ ભાજપના શંકર ચૌધરી જેવા કદાવર નેતાને હરાવીને ધારાસભ્ય બન્યા છે.અને આવા દિગ્ગજ નેતાઓ ને હરાવીને તેઓ ઉંચા પદ સુધી પહોંચ્યા છે.ઠાકોર સમાજમાં પડતો બોલ ઝિલાય છે તેવા ઠાકોર સમાજના આ નેતા અંગે અલ્પેશ ઠાકોરની આ ભાષામાં વાતચીતથી ઠાકોર સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે.ગેનીબેન એક મહિલા નેતા છે.જેઓ અલ્પેશની સાથે જ હતા પણ ગેનીબેનનો વાંક માત્ર એટલો જ છે.
કે અલ્પેશે મંત્રીપદની લ્હાયમાં પાટલી બદલી લેતાં ગેનીબેને સાથ આપ્યો નથી.અને અલ્પેશ ઠાકોર નો સાથ છોડી દીધો,તેઓએ કોંગ્રેસના વફાદાર સૈનિક બનીને જવાબદારી નિભાવી જે અલ્પેશને ગમી નથી.જેથી અલ્પેશ ઠાકોર તેમના પર ગુસ્સે થયો.ગેનીબેન ઠાકોર સામે આ ભાષામાં અલ્પેશની વાતચીત આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના રાજકારણમાં હલચલ જગાવશે એ નક્કી છે.અને ગનીબેનનું કરેલું આ અપમાન તેમને ભોગવવું પડશે,અને ઠાકોર સમાજ તેમને કડક જવાબ આપશે.
આપણે સૌ જાણીએ જ છીએ કે અલ્પેશ ઠાકોર ની પેટાચૂંટણીમાં કરારી હાર મળી છે.તેઓ આ હાર સ્વીકાર કરી શક્યા નથી.પેટા ચૂંટણીમાં રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરની હાર થઈ છે, તેમ છતાં મતદારોનો આભાર વ્યક્ત કરવા અલ્પેશ ઠાકોર સંમેલન કરી રહ્યાં છે.ત્યારે લોકોની ભીડ જોઈ અલ્પેશ ઠાકોરે તાવમાંને તાવ કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર પર કરેલા શાબ્દિક પ્રહારો અલ્પેશને ભારે પડશે.અને તેમને કડક જવાબ આપવામાં આવશે.જો કે અલ્પેશ ઠાકોરે ગેનીબહેન ઠાકોરનું નામ લીધું ન હતું અને ઉદ્ધત ભાષામાં નિવેદન આપ્યું હતું.જેથી સંપૂર્ણ મામલો ગરમાયો છે.અને અલ્પેશ ઠાકોરે કરેલા આ નિવેદન પર ઠાકોર સમાજ કાર્યવાહી કરશે.