હાર્દિકએ પૂછ્યો આ સવાલ, ભાજપ પણ મુંઝવણમાં, જાણો હાર્દિકે શુ પૂછ્યો સવાલ

2015 માં ગુજરાતમાં થયેલ પાટીદાર અનામત આંદોલન થી એક 22 વર્ષનો યુવાન આગળ આવ્યો, મેહસાણી પટેલ યુવક મજબૂત હતો તેને સત્તામાં રહેલ ભાજપ સામે આંદોલન કર્યું કે અમને પણ ઓબીસી અનામતનો લાભ આપો, અમુક પટેલ સમૃદ્ધ હોઈ તો અમુક ગરીબ છે તેમ કરીને તેને આખા ગુજરાતમાં અનામત આંદોલન ઉભું કર્યું, ગામડે ગામડે હાર્દિકને સમર્થન પણ મળવા લાગ્યું.

સમયસાથે ભાજપ સરકારે ઇબીસી આપી પણ એ ઇબીસી કોર્ટએ રદ કરી દીધી જેથી હાર્દિકે અનામત ઉપરાંત ખેડૂતો અને બેરોજગાર ના મુદ્દા ઉઠાવવાના ચાલુ કરી દીધા આમાં પણ તેને સમર્થન મળ્યું સૌથી વધુ સમર્થન ખેડૂતોનું મળ્યું,હાર્દિકે ત્યારબાદ પોતાની રાજકિય ઇનિંગ રમવાનું નક્કી કર્યું જે બાદ હાર્દિક કોંગ્રેસમાં જોડાયો.

12 માર્ચ 2019 ના રોજ હાર્દિક પટેલ કોંગ્રેસ પ્રમુખ શ્રી રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ માં અડાલજ ખાતે જોડાયો હતો ત્યારે તેનું સ્વાગત ખુદ રાહુલ ગાંધીએ કર્યું હતું, બાદમાં હાર્દિકને કોંગ્રેસ દવારા હેલિકોપ્ટરથી પ્રચાર કરવા માટે હેલિકોપ્ટર ફાળવવામાં આવ્યું હતું, જેથી હાર્દિક ઓછા સમયમાં વધુ સંભાઓ કરી શકે.

ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ તે આપણે જોયું પરંતુ હાર્દિક નો સ્વભાવ કે તેવર સેજ પણ બદલાયાં નથી , હાર્દિકે સોશિયલ મીડિયા થકી ભાજપને એક સવાલ પૂછ્યો હતો, જોકે આ સવાલ ભાજપને નહીં પરંતુ તેને જનતાને પૂછ્યો તેમ કહી શકાય.

70 વર્ષથી કોંગ્રેસ લૂંટે છે તો ભાજપ સૌથી અમીર પાર્ટી કેવી રીતે બની ગઈ? હાર્દિકનો સવાલલોકસભા ચૂંટણી બાદ પાટીદાર સમાજ અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ફરી એક વાર લોકસંપર્ક શરૂ કર્યો છે. ઠાસરા વિધાનસભામાં ડાકોર ધામમાં હાર્દિક પટેલે રણછોડ રાયના દર્શન કર્યા હતા અને સ્થાનિક યુવાનો સાથે લોકસંપર્ક કર્યો હતો.

હાર્દિક પટેલે આ ટાણે કહ્યું કે ભાજપ દ્વારા આરોપ મૂકવામાં આવે છે કે 70 વર્ષથી કોંગ્રેસે દેશને લૂંટ્યો છે. કોંગ્રેસ અંગે ભાજપ દ્વારા અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ત્યારે કહેવાનું મન થાય છે કે જો 70 વર્ષથી કોંગ્રેસ દેશને લૂંટ્યો હોય તો ભાજપ હિન્દુસ્તાનની સૌથી અમીર પાર્ટી કેવી રીતે બની ગઈ છે.

લોકસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના સંસદીય વિસ્તારોમાં પ્રચાર કર્યો હતો. કોંગ્રેસે હાર્દિકને સ્ટાર પ્રચારક બનાવ્યો હતો. હાર્દિક પટેલને કોંગ્રેસ દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા રહી હતી.

પરંતુ રાજીનામા અંગે રાહુલ ગાંધી અડગ રહેતા હાર્દિક અંગેનો નિર્ણય હવે ક્યારે લેવાશે તે એક પ્રશ્ન બની ગયો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top