અમદાવાદઃ પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે સરકાર વિરુદ્ધ આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલ અંતે 19માં દિવસે પારણાં કર્યા છે. પાટીદાર સમાજની 3 મુખ્ય સંસ્થાઓના પ્રમુખોના હાથે હાર્દિકે ત્રણ પ્રવાહી નાળિયેર પાણી , લીંબુ પાણી અને પાણી પી ને પારણાં કર્યા હતા. આ પ્રવાહી એવા તે કેવા એનર્જેટિક હતા કે ઉપવાસના 8મા દિવસ બાદ બોલી પણ ન શકનાર હાર્દિકને 19મા દિવસે બરાડા પાડતો કરી દીધો.
હાર્દિકે ઉપવાસી છાવણીમાં 14 દિવસ ઉપવાસ કર્યા બાદ અચાનક તબીયત લથળીને સોલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જો કે ત્યાં (સરકારી હોસ્પિટલ)માં જાનનું જોખમ લાગતા થોડા કલાકમાં જ SGVP હોસ્પિટલ આવી ગયો હતો. બે દિવસની સારવાર બાદ ફરી ઉપવાસી છાવણી પરત ફર્યો હતો. આમ જોવા જઇએ તો હાર્દિકને હોસ્પિટલમાં લઈ જવાયો ત્યારે સ્ટ્રેચર પર લઈ જવાયો હતો પણ આવતી વેળા એમ્બ્યુલન્સમાંથી ઉતર્યા બાદ જાતે ચાલી પોતાની છાવણી સુધી પહોંચ્યો હતો.
ઉપવાસના 8મા દિવસે હાર્દિક સમર્થકો સાથે વાત પણ નહોતો કરી શકતો
ઉપવાસના 8મા દિવસે હાર્દિકની તેમને દેશભરમાંથી મળવા આવતા સમર્થકો સાથે વાત કરવાની પણ તાકાત રહી નહોતી, જે તે વખતે તે માત્ર ઉપવાસ છાવણીમાં રહેલા બેડ પર સુતો રહેતો અને માત્ર ઈસારાઓથી જ વાત કરતો હતો.
આ ઉપરાંત જે મહેમાનો મળવા આવતા તેની સાથે પણ સુતા સુતા જ વાતો કરતો હતો. હાર્દિકે પ્રથવવાર કરેલા જળત્યાગ બાદ જ્યારે એસ.પી.સ્વામીએ જળગ્રહણ કરાવ્યું ત્યારે પણ પાણી પીધા બાદ સીધો જ સુઈ ગયો હતો અર્થાત્ શરીરમાં કોઈ પણ પ્રકારની એનર્જી રહી ન હતી. શૌચક્રિયા કરવા માટે પણ વ્હિલચેરની મદદ લેવી પડતી હતી.
16મા દિવસે હોસ્પિટલમાંથી પરત આવતા જ સિંહની જેમ બરાડા પાડતો કેમ થઈ ગયો?
14મા દિવસે SGVP હોસ્પિટલમાં દાખલ થયા બાદ એવી તે કેવી ટ્રિટમેન્ટ લીધી કે આટલા દિવસ અન્ન ન લીધા બાદ પણ બરાડા પાડતો થઈ ગયો. જો કે હોસ્પિટલના સુત્રોના કહેવા મુજબ હાર્દિકને જે બોટલો અને ઇન્જેક્શન અપાયા હતા, તે માત્ર તેની કિડની અને લિવરનું યોગ્ય ફંક્શન થાય તે માટે અપાયા હતા.
હાર્દિકના ઉપાવસના 19મા દિવસે આપેલા ભાષણમાં સિંહની જેમ બરાડા પાડતો જણાયો હતો. ઉપરાંત પ્રેસ કોન્ફરન્સમાં તો જાણે લાખોની જનમેદનીને સંબોધતો હોય તેની માફક સરકાર પર ત્રાડુકતો હતો. જે 8મા દિવસે ચાલી પણ નહોતો શકતો તે જ હાર્દિક ગાડીમાં બેસી પોતાના ભાઈને લેવા ગેટ પર પણ ગયો હતો.
સોશિયલ માધ્યમમાં હાર્દિકે હોસ્પિટલમાંજ પારણા કરી લીધા હતા તેવી વાત વાયરલ
જ્યારે હાર્દિક પોતાના ફેસબુક લાઈવ પર પારણાનું ટેલિકાસ્ટ કરી રહ્યો હતો ત્યારે અનેક લોકોએ કોમેન્ટ કરી હતી કે ‘નાટકો ના કર તે તો હોસ્પિટલમાં જ પારણા કરી લીધા હતા’. આ ઉપરાંત સોશિયલ માધ્યમમાં આ વાતે જોર પક્ડયું છે કે 8મા દિવસે વાત ન કરી શકનાર હાર્દિક 19મા દિવસે બરાડા કેમ પાડી શકે.
ખોડલધામ નરેશ પટેલ વિશે ડેપ્યુટી CM નીતિન પટેલે શું કહ્યું જાણો
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાર્દિકના પારણાં અંગે પ્રતિક્રિયા આપી હતી.
આ દરમિયાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકે સ્વયં પારણાં અંગે જાણકારી આપી. મોડે મોડે પણ પારણાં કરવાનો નિર્ણય સારો છે.હાર્દિકે સમાજના અગ્રણીઓની લાગણી દુભાવી છે. હાર્દિકે પારણાં કરવાનો થોડો મોડો નિર્ણય લીધો તેણે આ નિર્ણય પહેલાં કરવાની જરૂર હતી. મારે હાર્દિકને પૂછવું છે કે, જેને ગુજરાત સાથે કોઈ લેવા દેવા નથી, તેમના હાથે પાણી કેમ પીધું? હાર્દિકે નરેશ પટેલના આદરનો અનાદર કર્યો છે.
સરકાર વ્યાજબી અને યોગ્ય મુદ્દાઓ સ્વીકારે છે
નીતિન પટેલે આગળ જણાવ્યું હતું કે, હાર્દિકે સરકારની સલાહ માની નહોતી. પાટીદાર સમાજના આગેવાનો સરકાર સાથે ચર્ચા કરે છે. સરકાર વ્યાજબી અને યોગ્ય મુદ્દાઓ સ્વીકારે છે. અમારી પાસે રાજ્યનો કોઈ પણ સમાજ પોતાની માંગણી કે મળવા આવે તો અમે તેમને સમય આપીએ છીએ. હાર્દિક પટેલના આ નિર્ણયની જાણ અમને આજે મળેલી મંત્રીમંડળની મીટિંગમાં થઈ હતી.
સૌનો સાથ સૌનો વિકાસની કામગીરી પ્રજા આવકારી રહી છે
નાયબ મુખ્યમંત્રીએ પોતાની વાત પૂર્ણ કરતા કહ્યું હતું કે, “ગુજરાતમાં શાંતિ સલામતી એક્તા અને એક્તાનો વ્યવહાર સારી રીતે ચાલે, અમારી પ્રજાલક્ષી કામગીરી, ખેડૂતલક્ષી, યુવાલક્ષી , મહિલાલક્ષી, સૌનો સાથ સૌનો વિકાસની કામગીરી પ્રજા આવકારી રહી છે. વિકાસની કામગીરીમાં નાની મોટી મુશ્કેલીઓ આવતી હાય છે. પરંતુ એમણે બિનશરતી પારણાં કરવાની જાહેરાત કરી છે એને સારો નિર્ણય ગણીએ છીએ