Cricket

ગુજરાતને જીત મળતા જ હાર્દિકની પત્ની દોડીને આવી, ભાવુક થઈ તેને ગળે લગાવી લીધો- જુઓ વીડિયો

આખરે ગુજરાત ટાઇટન્સે ટાઈટલ જીતીને પોતાના અભિયાનનો અંત આણ્યો હતો. ફાઇનલમાં મેચમાં ગુજરાતે રાજસ્થાન (રાજસ્થાનબ રોયલ્સ) ને 7 વિકેટે હરાવી IPL ટાઇટલ જીત્યું. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાતે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર રમત દેખાડી હતી, જેના કારણે ગુજરાતે ફાઇનલમાં રાજસ્થાનને ખૂબ જ આસાનીથી હરાવ્યું હતું. ફાઈનલ મેચમાં ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા તેના શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળ્યો હતો અને તેના બેટ અને બોલ સાથેના શાનદાર પ્રદર્શને ગુજરાતની જીતનો પાયો નાખ્યો હતો, હાર્દિકે પ્રથમ બેટિંગમાં 3 વિકેટ લીધી હતી અને 34 રન બનાવી ટીમને લક્ષ્યની નજીક પહોંચાડી હતી. આ પછી બાકીનું કામ શુભમન ગિલ અને ડેવિડ મિલરે કર્યું હતું.

જણાવી દઈએ કે ગિલે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી, જે બાદ આખું સ્ટેડિયમ ગુજરાત-ગુજરાત, હાર્દિક-હાર્દિકના નારાથી ગુંજી ઉઠ્યું હતું. એટલું જ નહીં, કેપ્ટન હાર્દિક પંડ્યાની પત્ની નતાશા દોડતી મેદાન પર આવી અને તેના પતિ પંડ્યાને ગળે લગાવી લીધો હતો. આ પ્રસંગે નતાશા પણ ખૂબ જ ભાવુક જોવા મળી હતી અને હાર્દિકે તેને લાંબા સમય સુધી ગળે લગાવી રાખી હતી. આ સીઝન દરમિયાન હાર્દિકની પત્ની સ્ટેડિયમમાં મેચ જોવા આવી હતી અને પ્રેક્ષક ગેલેરીમાંથી ઉત્સાહીત જોવા મળી હતી. હાર્દિકને આખી સિઝનમાં નતાશા તરફથી ઘણો સપોર્ટ મળ્યો છે.

મેચમાં હાર્દિકે પ્રથમ બોલિંગમાં ચાર ઓવરમાં 17 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, તેણે રોયલ્સને નવ વિકેટે 130 રન સુધી મર્યાદિત કરી હતી. જવાબમાં બે વિકેટ વહેલી પડી ગયા બાદ 30 બોલમાં 34 રન બનાવી ટીમને દબાણમાંથી બહાર કાઢી હતી. ટાઇટન્સે 11 બોલ અને સાત વિકેટ બાકી રહીને મેચ જીતી લીધી હતી.

ગિલ 43 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 45 રન બનાવીને અણનમ રહ્યો હતો, જ્યારે ડેવિડ મિલરે માત્ર 19 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 32 રન બનાવ્યા હતા. ગુજરાતે રિદ્ધિમાન સાહા (5) અને મેથ્યુ વેડ (8)ની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. આ પહેલા સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તમને જણાવી દઈએ કે 5 વર્ષ બાદ IPLને નવો વિજેતા મળ્યો છે. 2016માં હૈદરાબાદની ટીમ એવી ટીમ હતી જે KKR, મુંબઈ અને ચેન્નાઈ બાદ IPL ટાઈટલ જીતવામાં સફળ રહી હતી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker