હાર્દિક પંડ્યા ઇન્સ્ટાગ્રામ પર પિતા-પુત્રનો પ્રેમ દર્શાવતો વિડીયો કર્યો શેર – જુઓ વિડિયો

અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના પતિ અને ક્રિકેટર હાર્દિક પંડ્યા ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટીવ રહે છે. તે ઘણી વખત પોતાની લાઈફથી જોડાયેલ અપડેટ્સ સોશિયલ મીડિયા દ્વારા આપતા રહે છે. તાજેતરમાં તેમને પોતાના પુત્ર અગસ્ત્યનો એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તેમનો પુત્ર ખૂબ જ ક્યુટ જોવા મળી રહ્યો છે. હાર્દિકના આ વિડીયો પર વાઈફ નતાશા અને અભિનેત્રી અનુષ્કા શર્માએ કમેન્ટ કરી છે.

વિડીયોને શેર કરતા હાર્દિક પંડ્યાએ લખ્યું છે કે, “મારો પુત્ર, મારું દિલ, મારી લાઈફ.” ગીતના બેકગ્રાઉન્ડમાં સિંગર અરિજીત સિંહનું ગીત મેં તેરા ચાલી રહ્યું છે. નતાશા સ્ટેનકોવિકે કમેન્ટ બોક્સમાં હગિંગ ફેસ અને રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કરી છે. તેના સિવાય અનુષ્કા શર્માએ પણ રેડ હાર્ટ ઈમોજી કમેન્ટ કરી છે. વિડીયોમાં હાર્દિક પોતાના પુત્ર સાથે રમતા જોવા મળી શકે છે અને તે ઘણી મજા પણ લઇ રહ્યા છે.


આ કોઈ પ્રથમ વખત નથી હાર્દિક ઘણી વખત પોતાના પુત્રની સાથે વિડીયો શેર કરતા રહે છે. થોડા સમય પહેલા તેમને પોતાના બંનેની તસ્વીરો શેર કરી હતી. તસ્વીરમાં ડેડી અને પુત્ર હેમોકમાં જોવા મળી રહ્યા હતા અને બીજી તસ્વીરમાં તેમને અગસ્ત્યને બાહોમાં લીધેલો હતો. તેમને શેર કરતા હાર્દિકે લખ્યું હતું કે, “આવા રવિવાર મને પસંદ છે.” એક અન્ય ફાધર-સન મુમેન્ટને શેર કરતા તેમને લખ્યું હતું કે, “આ ખુશી જેની મને ગેમ પહેલા જરૂરત હોય છે.”

નતાશા અને હાર્દિક પંડ્યાએ છેલ્લા વર્ષે જાન્યુઆરીમાં બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા જ્યારે બંનેએ ઇંગેજમેન્ટની જાહેરાત કરી હતી. નતાશા અને હાર્દિકે તસ્વીર પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યાર બાદ લોકડાઉન દરમિયાન બંનેએ લગ્ન કરી લીધા હતા અને જુલાઈમાં અગસ્ત્યનો જન્મ થયો હતો.

Scroll to Top