‛હાર્દિક પટેલ ફરી મેદાનમાં’કોંગ્રેસની હાર મુદ્દે અલ્પેશ ઠાકોર પર સાધ્યું નિશાન,કહ્યું આ અલ્પેશે જ..

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે જણાવ્યું છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર શા કારણોસર થઇ તે સૌ જાણે છે.2017માં મળેલી હારનું ઠીકરું હાર્દિક પટેલે તેના જૂના સાથી અલ્પેશ ઠાકોર પર ફોડ્યું છે.એક સમયે અલગ-અલગ રીતે સમાજ માટે પોતાની લડાઈઓ લડી રહેલો હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોરના વખાણ કરતા નહોતો થાકતો પણ હવે તેણે ભાજપ-અલ્પેશનું સેટિંગ હોવાની વાત કરી છે.હાર્દિક પટેલે કોંગ્રેસની હારના કારણને લઇને અલ્પેશ ઠાકોર પર આક્ષેપ લગાવ્યો છે.

હાર્દિક પટેલે કહ્યું કે અલ્પેશ ઠાકોર અને ભાજપનું સેટિંગ હતું. ભાજપના કહેવાંથી અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયાં હતાં. 2017ની ચૂંટણીને લઇને હાર્દિક પટેલે જણાવ્યું કે ભાજપને ખબર હતી તે બહુમતિથી થોડા દૂર રહેવાના છે. જ્યારે 2017માં અલ્પેશ ઠાકોરને ભાજપમાં લેવાથી પક્ષને કોઇ ફાયદો જણાતો નહોતો. એવા સંજોગોમાં ભાજપે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં મોકલ્યાં હતા. હાર્દિકે આ સાથે ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય થશે તો રાજ્ય સરકાર સામે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં “વિધાનસભામાં કોના કારણે હાર્યા તે સૌને ખબર છે” તેમ કહીને અલ્પેશ ઠાકોર પર વાર કર્યો છે. અલ્પેશ મુદ્દે પોસ્ટર રિલીઝ કર્યા બાદ હાર્દિકે પોતાનું મૌન તોડ્યું છે અને 2017ની ચૂંટણીમાં હારનો જવાબદાર આડકતરી રીતે અલ્પેશ ઠાકોરને ગણાવ્યો છે. હાર્દિકે પોસ્ટ મામલે જણાવ્યું કે, “એક રાજકીય વ્યક્તિ તરીકે મેં મારો તર્ક-વિતર્ક રજૂ કર્યો છે, જે રીતે અખબારોમાં તર્ક-વિતર્ક રજૂ કરવામાં આવે છે તે જ રીતે મેં પણ મારો પોતાનો તર્ક રજૂ કર્યો છે.” અલ્પેશ તરફ ઈશારો કરીને હાર્દિકે કહ્યું કે, 2017ની ચૂંટણીમાં કોઈ વ્યક્તિ દ્વારા ઘણી ગફલતો થઈ હતી જેની અસર પરિણામો પર પડી હતી.હાર્દિક પટેલે 2017ની વિધાનસભા ચૂંટણીને લઇને આજરોજ ભાજપ તેમજ અલ્પેશ ઠાકોર પર નિશાન સાધ્યું છે. જો 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ઓછી બેઠક મળી હોત તો અલ્પેશ ઠાકોરના પક્ષપલટાનો પ્લાન હતો. 2017ની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે 10 બેઠક પર જ પ્રચાર કર્યો હતો.ભાજેપ અલ્પેશ ઠાકોરની સાથે મળીને કોંગ્રેસને હરાવવાનું સેટિંગ કર્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

રાજકારણમાં કોઈ કોઈનો દુશ્મન કે દોસ્ત નથી હોતો તે વાત અહીં સાર્થક થતી જોવા મળી રહી છે. એક સમયે બન્ને હાથમાં હાથ નાખીને ફરતા હતા.અલ્પેશ કોંગ્રેસમાં જોડાયા પછી ધારાસભ્ય બન્યો અને લોકસભાની ચૂંટણી દરમિયાન સાથી હાર્દિક પણ કોંગ્રેસમાં જોડાયો અને બન્ને સાથી એક સાથે આવ્યા હતા.અને બન્ને કોંગ્રેસ તરફથી એક દિગ્ગજ નેતા તરીકે સામે આવ્યા આવ્યા હતા.જોકે,રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ સાથેનો છેડો ફાડીને અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયો અને રાધનપુરની પેટાચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો.અને જનતા એ અલ્પેશ ઠાકોરને ઘરભેગો કરી દીધો હતો.

અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ બન્ને કોંગ્રેસ પાર્ટી ના દિગ્ગજ નેતા તરીકે સામે આવ્યા હતા.હાર્દિક અને અલ્પેશ એક સાથે મળીને ભાજપની ઊંઘ હરામ કરી દીધી હતી.એક સાથે બેસીને વિવિધ મુદ્દાઓ પર અને સમાજના આંદોલન અંગે ચર્ચા કરનારા યુવા નેતાઓ અલગ પડ્યા બાદ હાર્દિક મૌન હતો જોકે, હાર્દિકે પોતાનું મૌન તોડીને તર્ક-વિતર્ક રજૂ કરીને અલ્પેશ ઠાકોર પર વાર કર્યો છે.અને અલ્પેશ ઠાકોર પાર આકાર પ્રહાર કર્યા છે.હાર્દિક પટેલે અલ્પેશની સાથે રુપાણી સરકારને પણ નિશાના પર લીધી છે.હાર્દિકે ખેડૂતો સાથે સરકાર અન્યાય કરી રહી હોવાની વાત કરી છે.અને ખેડૂતો સામે આંદોલન કરવાની વાત કરી હતી.

આ ઉપરાંત હાર્દિક પટેલ એ ખેડૂતો સામે આંદોલન કરવાની ચેતવણી આપી છે.હાર્દિક પટેલે એક ટ્વીટ કરીને ખેડૂતોની સંવેદના વ્યક્ત કરીને લખ્યું છે કે, “ભાજપ સરકાર ખેડૂતોના હિતમાં કામ નથી કરે તો ખેડૂત સરકાર સામે બોલશે અને લડશે.”હાર્દિકે સરકારને સાત દિવસનું અલ્ટીમેટમ આપીને કહ્યું કે,“સરકાર પાસે 7 દિવસનો સમય છે,ખેડૂતોની સમસ્યાનું સમાધાન નહીં કરાય તો જન આંદોલનનો સામનો કરવો પડશે.” પાટીદાર અનામત આંદોલન બાદ ફરી એકવાર અલ્પેશે આંદોલનની ચીમકી સરકાર સામે ઉચ્ચારી છે.અને હાર્દિક એ ફરી એક વાર મેદાન માં આવાની ચેતાવણીએ આપી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top