અમદાવાદ: સરકારે ઉપવાસી હાર્દિક પટેલની એક પણ માંગ નહીં સ્વીકારતાં છેવટે આજે બપોરે પારણાં કરી લેશે. સોલા ઉમિયા ટ્રસ્ટ ખાતે પાટીદારોની 6 મુખ્ય સંસ્થાના અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં લલિત વસોયા, જેરામ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન અંગે ચર્ચા કરી હતી.
19 દિવસથી હાર્દિક હતો ઉપવાસ પર
હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ પર છે. ત્યારે ખોડલધામ-ઉમિયાધામનાં પ્રમુખોએ આજે હાર્દિક પટેલને પારણા કરાવવાનું નક્કી કર્યું છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નેરશ પટેલ રાજકોટથી અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે.
લાલજી પટેલ પણ આઠ માંગ સાથે રણશિંગુ ફૂક્યું
મંગળવારે એસપીજી પ્રમુખ લાલજી પટેલે સરકાર સામે રણશિંગુ ફૂંકતા આઠ માંગણીઓ સાથે સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. ત્યારબાદ પાટીદારોની અગ્રણી સંસ્થાઓના નિર્ણયને માન આપીને હાર્દિકને પારણાં કરાવવાનું ગોઠવાયું છે. હાર્દિકનું સ્વાસ્થ્ય સારું થઈ ગયા બાદ પુન: વધુ આક્રમક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે એમ તેઓનું કહેવું છે અને સરકાર સામે ફરી મેદાને પડવાનો નિર્ણય કરવામાં આવશે