હાર્દિક પટેલનો મેડિકલ ચેકઅપ કરાવવાનો ઇનકાર, કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ, લાઠીચાર્જ

ઉપવાસના નવામાં દિવસે હાર્દિક પટેલનું રુટિન ચેકઅપ કરવા માટે સોલા સિવિલની મેડિકલ ટીમ પહોંચી હતો. પરંતુ હાર્દિકે મેડિકલ ચેકઅપ કરાવવાની મનાઇ કરી હતી. હાર્દિકે મનાઇ કરતાં ડોક્ટરોએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાર્દિકે સંપૂર્ણપણે મેડિકલ ચેકઅપ કરાવવાની મનાઇ કરી દીધી છે. આ દરમિયાન ઉપવાસ છાવણી બહાર પાસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેમાં પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો.

કેમ કરી મનાઇ ?

ઉપવાસ છાવણી બહાર હાર્દિકને મળવા માટે મોટી સંખ્યામાં પાસના કાર્યકર્તાઓ ઉમટી પડ્યાં હતા. જો કે હાર્દિકને મળવા માટે ખાસ લોકોને જ એન્ટ્રી આપવામાં આવે છે. આથી હાર્દિકને મળવા માટે પાસના કાર્યકર્તાઓ ઉશ્કેરાય ગયા હતા. આ દરમિયાન ટોળાને વિખેરવા માટે પોલીસ હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. તો કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પાસના કાર્યકર્તાઓના વાહનો ડિટેઇન કર્યા છે. ત્યારે આ વાતને લઇને નારાજ થયેલા હાર્દિક પટેલે મેડિકલ ચેકઅપ કરાવવાની મનાઇ કરી છે. હાર્દિકે કહ્યું કે પોલીસ લાઠીચાર્જ કરવાનું અને પોતાની જોહુકમી બંધ કરે, ત્યારબાદ જ હું મેડિકલ ચેકઅપ કરાવીશ.

હાર્દિકની તબીયત નાદુરુસ્ત

ઉપવાસનાં 9માં દિવસે પણ હાર્દિક પટેલનો આમરણ ઉપવાસ યથાવત છે. જોકે 9 દિવસના ઉપવાસની અસર તેનાં પર વર્તાઇ રહી છે આજે સવારે તે બેભાન થઇ ગયો હતો. શરિરમાં દુખાવો અને અશક્તિ આવી ગઇ છે. હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે ડોક્ટર સોલંકીનાં જણાવ્યાં મુજબ હાર્દિક પટેલે ફરિયાદ કરી છે કે તેને આખો દિવસ ચક્કર આવે છે અને ઉબકા આવે છે. જે બાદ ડોક્ટરે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી છે પણ હાર્દિક તે માટે ના પાડે છે

વિપક્ષ નેતા હાર્દિક પટેલને મળ્યા, કહ્યું- આંદોલન માટે મંજૂરી કેમ લેવી પડે ?

હાર્દિકના ઉપવાસને કોંગ્રેસનું સમર્થનઃ પરેશ ધાનાણી

ઉપવાસના નવમાં દિવસે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાર્દિક પટેલની મુલાકાત કરી હતી. અહીં તેઓએ હાર્દિક સાથે મુલાકાત કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે હાર્દિક પટેલના ઉપવાસને કોંગ્રેસનું સમર્થન છે. સરકાર જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આંદોલન કરવા માટે મંજૂરી કેમ લેવી પડે છે. હાર્દિકના આંદોલનથી સરકાર ગભરાઇ ગઇ છે, આથી આંદોલનને કચડવાનો પ્રયાસ કરી રહી છે.

થઇ ગયુ હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ

હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે ડોક્ટર સોલંકીનાં જણાવ્યાં મુજબ હાર્દિક પટેલે ફરિયાદ કરી છે કે તેને આખો દિવસ ચક્કર આવે છે અને ઉબકા આવે છે. જે બાદ ડોક્ટરે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી છે પણ હાર્દિક તે માટે ના પાડે છે.

ડોક્ટરનું કહેવું છે કે અમે તેને  બ્લડ અને યુરિન ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપી છે પણ તે ના પાડે છે આજે તેમનું વજન 600 ગ્રામ વજન ઘટ્યુ છે. હાલમાં તેમનું વજન 71.4 કીલો છે. તેમનો યુરિન ટેસ્ટનો ગઇકાલનો રિપોર્ટ નોર્મલ છે

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here