સ્ટેજ પર હાર્દિક પટેલને થપ્પડ મારનાર યુવક કોણ છે? જાણો તેની વિગત

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

સુરેન્દ્રનગરના બલદાણા ગામમાં આજે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સભા હતી. જેમાં હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને પાટીદાર લોકો જોડાયા હતા. જ્યારે હાર્દિક પટેલે સભા ચાલુ કરી ત્યારે અજાણ્યા શખ્સે સ્ટેજ પર જ હાર્દિકને થપ્પડ મારી દીધી હતી. ત્યાર બાદ સ્ટેજ પર ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

હાર્દિક પટેલને સ્ટેજ પર થપ્પડ મારનાર વ્યક્તિનું નામ તરૂણ ગજ્જર છે કડીના જસલપુરનો વતની છે તેવું જાણવા મળ્યું છે. હાર્દિકને થપ્પડ માર્યા બાદ આ યુવકની જાહેરામાં ધોલાઈ કરી હતી અને તેના કપડાં ફાડીને તેને નગ્ન કરી દીધો હતો.

હાર્દિક પટેલ સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણા ગામ ખાતે કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા પટેલ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યો હતો. તે દરમિયાન હાર્દિક પટેલની સભા ચાલી રહી હતી ત્યારે કોઈ અજાણ્યા શખ્સે સ્ટેજ પર જ હાર્દિકને લાફો મારી દીધો હતો ત્યાર બાદ હાર્દિક અને તેની વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતાં.

જોકે પોલીસ એ વચ્ચે પડી ને હાર્દિક ને લાફો મારનાર વ્યક્તિ ને પબ્લિક થી છોડાવ્યો હતો પરંતુ પોલીસ ઓછી હોય પોલિસ એ દિમાગ વાપરીને મહિલાઓ ના ટોડા માંથી તરુણ ગજ્જર ને લઈ ગયા જેથી મહિલાઓ નું વવચ્ચે કોઈ કોઇ કોંગી કાર્યકર્તાઓ ના આવે,તરુણ ગજ્જર ભાજપ નો આગેવાન છે એના ફેસબુક આઇ ડી ચેક કરતા તે ભાજપ નો કાર્યકર છે તમે તસવીરો માં જોઈ શકો છો.

હાર્દિક ને લાફો મારનાર તરૂણ ગજ્જર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here