અમદાવાદ: હાર્દિક પટેલ છેલ્લા 18 દિવસથી ઉપવાસ કરી રહ્યો છે. તેણે 48 કલાક સોલા સિવિલ અને ત્યારબાદ એસજીવીપી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારે આજથી તેણે હોસ્પિટલમાંથી આવ્યા બાદ નવા ડોમમાં ઉપવાસી છાવણી બનાવી છે. ત્યાં લાલ જાજમ બિઝાવીને ફાઈવ સ્ટાર બનાવી દીધી છે.
પહેલા નાનો ડોમ હતો, હવે મોટો
હાર્દિકે ઉપવાસ ચાલુ કર્યા હતા ત્યારે પહેલા નાનો મંડપ હતો જેમાં પત્તરાનો શેડ ઊભો કરાયો હતો. પરંતુ હવે જ ડોમ તૈયાર કરાયો છે તે પ્રમાણમાં ખૂબ મોટો છે. સાથે જ તેની મુલાકાતે આવતાં લોકો, વીઆઈપી, વીવીઆઈપીની અવરજવરને પગલે લાલ જાજમ બિઝાવી દીધી છે.
ઉપવાસી છાવણીમાં દેશના મહાપુરૂષોની તસવીરો
હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતર્યો ત્યારે તેણે સરદાર પટેલ, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ અને છત્રપતિ શિવાજીની નાની તસવીરો સાથે તેનું ઉપવાસ આંદોલનનું પોસ્ટર બનાવ્યું હતું.
એ સિવાય તેણે આ રાષ્ટ્રીય નેતાઓની તસવીરોને પોતાની ઉપવાસી છાવણીમાં સ્થાન આપ્યું છે. તેમાં હવે ડો.બાબા સાહેબ આંબેડકર અને મૌલાના આઝાદની તસવીર પણ ઉમેરી છે.
દેશના મહાન પુરૂષો સાથે હાર્દિકના પોતાના પણ પોસ્ટર
હાર્દિકે નવો ડોમ તૈયાર કર્યો છે તેમાં તેના ઉપવાસ આંદોલનને લઈને તસવીર સાથેના પોસ્ટરો તો છે જ. પરંતુ દેશની આઝાદીમાં પોતાનું જીવન આપી દેનારા મહાપુરુષોની તસવીરો અવરતરણ સહિત પોસ્ટરરૂપે લગાવી છે