અમદાવાદ: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 18મો દિવસ છે. આજે તેને મળવા સ્થાનિક અને રાષ્ટ્રીય નેતાઓ ઉમટી પડે તેવી શક્યતાઓ છે. ત્યારે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકતંત્ર માટે હાર્દિકનું જીવન જરૂરી છે. જ્યારે ડો. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર હાર્દિકની મુલાકાત લે તેવી શક્યતા છે.
હાર્દિકને મળી હરીશ રાવતે કહ્યું,
– હાર્દિકની માંગણીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ખબર છે
– ગાંધીવાદ અને સ્વતંત્રતાના મૂલ્યો માટે જે લડે છે તેના માટે હાર્દિકની જરૂરિયાત છે
– પાટીદાર જન આંદોલનને કચડવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે
– હાર્દિકનું જીવન દેશ માટે મહત્વનું છે
– હાર્દિકને મારી અપીલ છે તેનું જીવન પાટીદાર સમુદાય અને લોકો માટે જરૂરી છે
– ગુજરાતથી લઇ હરિયાણા મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આંદોલન ચાલી રહ્યા છે
– કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતો માટે દેવા માફીનું એલાન કર્યું છે
– આ વિસ્તારને પોલીસ છાવણી બનાવી નાખી છે, એવું લાગે છે કે દેશનો સૌથી મોટો દુશ્મન અહીં રહે છે
– અનશન પર બેસવાની ના ન પાડી શકાય, લોકશાહીનું હનન છે આ
– નજર કેદ જેવી સ્થિતિ છે, આ ગુજરાતીઓનું પણ અપમાન છે
– મેદાન બદલે હાર્દિક રેલી ધરણા અને પ્રદર્શન કરે
– દરેક રાજનીતિક પક્ષ આગળ આવે
– સરકાર ઈચ્છે છે કે હાર્દિકની કિડની અને લીવર ખરાબ થાય
– ગુજરાતના દરેક સમાજ અને ધાર્મિક સંસ્થાઓ આગળ આવે અને હાર્દિકનું જીવન બચાવે
– મારું મન કહે છે કંઈક સારું થશે
– હાર્દિકના મનમાં દુઃખ છે કે તેને સાર્વજનિક ઉપવાસની મંજૂરી ના મળી
– પોતાને દંડ ના દે હાર્દિક
– મારી ભાવનાઓ ને સમજ્યા હશે હાર્દિક