અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસના 14માં દિવસે તબિયત લથડી જતાં તેને હોસ્પિટલમાં ખસેડવાની તૈયારીઓ થઈ રહી છે. સરકારને આપેલા અલ્ટિમેટમ મુજબ હાર્દિકે ગુરુવાર રાતથી પાણીનો ત્યાગ કર્યા બાદતેને સતત્ ચક્કર આવવા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું જણાવી રહ્યો છે. હાર્દિકને આજે મેડિકલ કરાવ્યા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની તૈયારી કરવામાં આવી હતી. હાલ તેને આઈસીયું ઓન વ્હીલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો છે, જ્યાં હાર્દિક માટે આસીસીયુમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, મોટી સંખ્યામાં સમર્થકો તેની એમ્બ્યુલન્સની પાછળ સોલા સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા છે.
હાર્દિકની તબિયત લથડવાના પગલે ગુજરાતભરના પાટિદાર પ્રભાવિત વિસ્તારોમાં પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તેની તકેદારી સ્વરૂપે પોલીસને સ્ટેન્ડ ટૂ રાખી દેવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, હાર્દિકના કથળી રહેલા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સોલા સિવિલ હોસ્ટિપલ ખાસે તેના માટે વિશેષ રૂમ સહિતની તૈયારીઓ આગોતરી કરી દેવામાં આવી હતી. ડોક્ટરનો ફોજને તૈયાર રાખવા ઉપરાંત વ્યવસ્થા જાળવવા માટે વધારાના પોલીસ ફોર્સને પણ સોલા સિવિલ અને આસપાસના વિસ્તારોમાં તૈનાત રાખી દેવામાં આવ્યું છે
દૂત બનીને સરકારને મળશે ખોડલધામના ‘નરેશ’, હાર્દિક પટેલ 3 માંગો પર અડગ
હાર્દિક પટેલ 3 માંગો પર અડગ છે અને કોઈપણ ભોગે તે માનવા તૈયાર નથી. હાર્દિક પટેલ ઉપવાસ છોડે અને પારણાં કરે તે માટે નરેશ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા હતા. ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરીને તેઓ હાર્દિકને મળવા માટે ગ્રીનવુડ રિસોર્ટ હાર્દિકની ઉપવાસી છાવણી ગયા હતા.
અહીં તેમણે હાર્દિક સાથે ચર્ચા કરી હતી. આ સમયે પાસના કન્વીનર મનોજ પનારા પણ બંને વચ્ચેની વાતચીત દરમિયાન હાજર રહ્યા હતા. અમદાવાદમાં ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે બેઠકકરી હતી બાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ હાર્દિકની સ્થિતિ જોઈને આવ્યા છે. હાર્દિકને જલદી પારણાં કરવા તેઓ વિનંતી કરી હતી. તેઓ હાર્દિક સાથે વાતચીત કરીને તેની માંગોને સરકાર સુધી પહોંચાડશે. ત્યારે હાર્દિકની તબીયત ખરાબ છે તેવું પટેલે જણાવ્યું હતું.
હાર્દિકને મળીને નરેશ પટેલે શું કહ્યું?
- – હાર્દિકની તબીયતનું વિચારીને આવ્યું છું
- – પાટીદાર સમાજ ચિંતિત
- – બને એટલું જલદી
- – હાર્દિક હજુ પણ 3 માંગ કરી રહ્યો છે
- – ત્રણેય માંગો પર મેં એને ખાતરી આપી છે ક ખોડલધામ અને ઉમિયાધામ સરકાર સામે મૂકીશ
- – સરકાર સામે માંગો મૂકીશું
- – દરેક સંસ્થા હાર્દિક સાથે છે
- – બને એટલો જલદી પારણા કરી લે, તે ટૂંક સમયમાં પારણાં કરશે એવું મને જણાવશે
- – 18 કલાકથી તેણે જળ નથી લીધું
- – વાર્તાલાપથી જલદી ઉકેલ આવે તેવો પ્રયાસ
- – અત્યાર સુધી સરકાર સાથે કોઈ ચર્ચા નથી થઈ
- – આજે નહીં તો કાલે હાર્દિક પારણાં કરી લે તે મારી પ્રાયોરિટી
- – મારી લાગણીને ધ્યાને લીધી છે
- – ખોડલધામ-ઉમિયાધામ મળીને પ્રશ્ન ઉકલેશે
- – અત્યાર સુધી સરકારે હજુ સુધી મધ્યસ્થી નથી કરી તો સરકારે કરવી જોઈએ
- – મનોજ પનારા સાથે સવારે વાતચીત થઈ એમાં હાર્દિકની તબીયતને લઈને જ વાતચીત થઈ હતી. હાર્દિકની તબીયત સારી થાય તે લાગણી છે.
- – હાર્દિકની માંગ નથી સમાજની માંગ છે જે અમે સરકાર સામે રખીશું
- – હું તો એવી આશા રાખું કે હાર્દિક હાલ પારણાં કરી દે, પરંતુ તે ક્યારે કરશે એ હું ન કહી શકું
- – સરકાર સાથે આજે કોઈ મિટિંગનું આયોજન નથી
અમદાવાદમાં નરેશ પટેલની ખોડલધામના ટ્રસ્ટીઓની બેઠક
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમાધાનકારી રીતે પૂર્ણ કરીને સમેટવા માટ નરેશ પટેલ અમદાવાદ પહોંચ્યા હતા. અહીં નરેશ પટેલે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, હાર્દિકને પારણાં કરવા વિનંતી કરવા આવ્યો છું. આ માટે ઉમિયાધામ અને ખોડલધામ બંને સંસ્થા સાથે મળીને પ્રયાસ કરશે. આ મામલે હજુ સુધી સરકાર દ્વારા મધ્યસ્થીની તેમને કોઈ ઓફર ન આવી હોવાનું જણાવ્યું હતું.
રાજકોટમાં મીડિયાને મળીને કરી હતી મધ્યસ્થીની વાત
હાર્દિક પટેલ ઉપવાસ છોડે અને પારણાં કરે તેવો ખોડલધામ નરેશ પટેલે આશાવાદ સેવ્યો હતો અને મધ્યસ્થી માટે તૈયારી દર્શાવી હતી. સમાજ હિત માટે કોર્ટમાં ચાલતી મેટરમાં પણ ખોડલધામ પક્ષકાર થશે તેવી માહિતી મીડિયા સાથેની વાતચીતમાં આજે ખોડલધામ ચેરમેને કરી હતી. અત્યાર સુધી પાસ કે હાર્દિક પટેલ તેમની સાથે કોઈ જ પ્રકારની વાતચીત ન કરી હોવાનું કહ્યું હતું. અમદાવાદ ખોડલધામની ટીમે હાર્દિકના ઉપવાસને લઈને કામગીરી આરંભી દીધી હોવાનું તેમણે જણાવ્યું હતું.
પહેલા પારણાં અગ્રસ્થાને
પટેલે જણાવ્યું હતું કે હાર્દિકને સમજાવીને પારણાં કરી પછી બધી વાત કરીશું. સમાધાનની હાલ કોઈ મુદ્દા નક્કી નથી થયા. હાર્દિકને મળીને આ મુદ્દે ચર્ચા કરીશું. આ મામલો સંવાદથી જ નિરાકરણ આવે તેવો છે. હું મધ્યસ્થી માટે તૈયાર છું.
પટેલ વધુમાં શું કહ્યું?
ખોડલધામના ચેરમેન અને અગ્રણી ઉદ્યોગપતિ નરેશ પટેલે જણાય્યું હતું કે, ખેડૂતોનો મુદ્દો મને યોગ્ય લાગે છે, હું પૂરો પ્રયાસ કરીશ કે હાર્દિક પારણા કરી લે. કોઈ સારું કામ હોય તો આગળ આવવું જોઈએ. પાટીદારો જ નહીં પરંતુ આર્થિક રીતે ગરીબ દરેક નબળા વર્ગને અનામત મળવી જોઈ.
પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીના મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને મનાવવા માટે મધ્યસ્થી બનેલા પાટીદાર સંસ્થાના આગેવાન સી.કે પટેલ સામે ભારે વિરોધ થતાં અંતે ખોડલધામના નરેશ પટેલને મધ્યસ્થી બનાવીને સરકાર સાથે વાટાઘાટો કરવા મોકલવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવતી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીના બે મુદ્દા સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા છે.
જેને લઇને પાટીદાર સંસ્થાઓના આગેવાનો છેલ્લા બે દિવસથી મધ્યસ્થી બનીને સમાધાન માટેના પ્રયાસો કરી રહ્યા હતા. 4થી સપ્ટેમ્બરે પાટીદારોની છ સંસ્થાના આગેવાનોએ અમદાવાદમાં બેઠક કર્યા બાદ સરકારના ત્રણ મંત્રીઓ સાથે ચર્ચાઓ કરી હતી પરંતુ તેમાં કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું. બીજી બાજુ પાટીદાર સંસ્થાના પ્રતિનિધિ અને હાર્દિકના ઉપાસના મુદ્દે મધ્યસ્થી બનેલા સી.કે પટેલ સામે પાસના આગેવાનો અને ખુદ હાર્દિક પટેલે વિરોધ વ્યક્ત કર્યો હતો. પરિણામે સરકાર સાથેની વાટાઘાટોમાં સી.કે.પટેલ ને દૂર રાખવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હતું.
આ સાથે હાર્દિક પટેલ અને સરકાર વચ્ચે સમાધાન કરાવવા માટે ખોડલધામના નરેશ પટેલને મધ્યસ્થી બનાવવામાં આવે તે દિશામાં સરકાર અને પાસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત અંદોલન સમિતિ અને સરકાર પણ નરેશ પટેલને એક વગદાર અને નિષ્પક્ષ આગેવાન માને છે