હાર્દિક પેટેલે મુખ્યમંત્રી રૂપાણીને કરી અપીલ, કહ્યું કપરા સમયમાં અમારા ધારાસભ્યને પણ કામ આપો…

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોનાએ જાણેકે હાહાકાર મચાવ્યો છે. જેના કારણે ગુજરાતની સ્થિતી અત્યંત ગંભીર છે આવા કપરા સમયમાં ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોને મદદ કરવા માટે હેલ્પલાઈન નંબર બહાર પાડવામાં આવ્યો છે. સમગ્ર મામલે અમિત ચાવડાએ પણ ઈન્જેકશોનોનું મફત વિતરણ કરવા સરકાર દ્વારા શ્વેતપત્ર જાહેર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

હવે આ મામલે કોંગ્રેસ નેતા હાર્દિક પેટેલે પણ સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રીને માહિતી આપી છે. કે તેઓ કોરોના મહામારીમાં કોંગ્રેસને પણ મદદ કરવાની તક આપે. ફેસબુક પર હાર્દિક પટેલે પોસ્ટ કરી છે. જેમા તેણે મુખ્યમંત્રી રૂપાણીને કહ્યું છે કે હું તમને વિનંતી કર છું કે આ મહામારીમાં ગુજરાતની જનતાને બચાવો અને તેમની મદદ કરો.

સાથેજ તેણે કહ્યું કે અમારી કોંગ્રેસ પાર્ટીમાં 65 ધારાસભ્ય છે. તેમને પણ કામ બતાવો જેથી તેઓ પણ જનતાના હિત માટે સરકારની મદદ કરશે. ઉપરાંત હાર્દિક પટેલે એવું પણ કહ્યું કે આ મહામારીમાં સરકાર અને વિપક્ષે સાથે મળીને કામ કરવું પડશે. જેથી સરકાર દ્વારા જો આદેશ મળશે તો અમારા ધારાસભ્યો પણ કામ કરેશે કારણકે લોકો તકલીફ છે.

હાર્દિક પેટેલે સમગ્ર મામલે એવું પણ કહ્યું છે કે અભિમાન છોડો અને જનતાનું વિચારો. કોરોનાનું સંક્રમણ એટલી હદે ફેલાયું છે કે રાજ્યની હોસ્પિટલોમાં બેડ ખૂટી રહ્યા છે, આવી પરિસ્થિતીમાં કોંગ્રેસ દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવા માટે સરકારને ભલામણ કરવામાં આવી છે. અમિત ચાવડા દ્વારા પણ સુરત અને અમદાવાદમાં બે નવા કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે ભલામણ કરવામાં આવી છે.

અમિત ચાવડાએ એમ પણ કહ્યું કે સરકાર દ્વારા જો મંજૂરી આપવામાં આવે તો કોંગ્રેસ રેમડીસીવીર ઈન્જેકશન પણ ફ્રીમાં આપવા માટે તૈયાર છે સાથેજ તેમણે નામ લીધા વગર સી. આર. પાટીલ પર પ્રહાર કર્યા અને કીધું કે અમુક લોકો ઈન્જેકશનો લઈ લોકોને દબાવી રહ્યા છે. સાથેજ એવું પણ કીધું કે તેઓ રાજકીય લાભ લઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમિત ચાવડાએ એવું કહ્યું હતું કે ગુજરાતની જનતા ઈન્જેકશન માટે વલખા મારી રહી છે ત્યારે યુપી અને અન્ય રાજ્યોમાં ઈન્જેકશન મોકલવામાં આવી રહ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે હોસ્પિટલમાં ઓક્સિજનની કાળા બજારી ચાલી રહી છે જે તપાસ કરવાનો વિષય છે સાથેજ તેમણે એવું પણ કહ્યું કે સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે કયા પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું તે શ્વેતપત્ર બહાર પાડીને લોકોને જાણ કરવામાં આવે.

Scroll to Top