હાર્દિકના ઉપવાસ આંદોલન ને લઈ ને સરકારે આપ્યું મોટું નિવેદન,કહ્યું એવું કે હાર્દિક પર ચોકી ગયો..

આપણે સૌ જાણીએ છીએ કે હાર્દિક પટેલ પાટીદાર અનામત ના નેતા છે.અને તેઓ પાટીદાર માટે અનેક આંદોલનો કરી ચુક્યા છે.અને હાર્દિક પટેલ એ હમણાં પણ મોદી સરકાર ને એક ચીમકી આપી હતી અને કહ્યું હતું કે ખેડૂતોને ન્યાય નહીં મળે તો હું ખેડૂતો માટે આંદોલન કરીશ તેમ જણાવ્યું હતું.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અમે જ્યારે પણ જંગલમાં ફરવા કે ટ્રેક કરવા જતા ત્યારે અમારી સાથેના અનુભવી બીટ ગાર્ડ અચૂક અમને સાથે ડંગોરો એટલે કે ડંડો રખાવતા.અને ડંડો અમારી સાથે લઈ ને ફરવાનું કહેતા.પરંતુ તમને જણાવી દઈએ કે ડંડો પ્રાણીઓ ને મારવાની મૂર્ખામી ન કરવી નહિંતર તેને એટલે કે પ્રાણીઓને ખબર પડી જશે કે આ ડંડો તો ફક્ત અવાજ જ કરી જાણે છે,તેનાથી કાંઈ વાગતું-કરતું નથી.આમ આ કહેવત દ્વારા હાર્દિક પટેલ પર પ્રહાર કર્યો હતો.

અને કહ્યું હતું કે હાર્દિક પટેલના 19દિવસના ઉપવાસ ડ્રામાના અંતે પણ કાંઈ આવું જ થયું હોય તેવો અહેસાસ થઈ જાય છે.અને હાર્દિક ના આ ઉપવાસ ડ્રાંમાં આવા જ હતા,આમ સરકારને હવે ખબર પડી ગઈ છે કે,આ ‘તલ’માં તેલ નથી.જેથી હાર્દિક ને કહી રહ્યા છે કે હવે હાર્દિક પટેલ થી કઈ થવાનું નથી.એ ખાલી બોલે જ છે કરતો નથી.

આપણે સૌ જાણીએ છીએ કે હાર્દિક પટેલ પાટીદાર આનદોલન માં મુખ્ય કાર્યકર્તા હતા.અને આ આંદોલન દ્વારા સરકારને ખૂબ જ નુકશાન કર્યું હતું.આ ઉપરાંત હાર્દિક પટેલ બીજા પણ કેટલાક આંદોલનો કરી ચુક્યા છે.તમને જણાવી દઈએ કે ગુજરાતના પાટીદાર યુવાનોને સરકારી નોકરીઓ તેમજ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં અનામતનો લાભ મળે તેમજ રાજ્યના ખેડૂતોનું બધું જ દેવું માફ કરી દેવાય તેવી માગણી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠો હતો.

અને 19 દિવસ સુધી ઉપવાસ કર્યા હતા.અને આખા ગુજરાતમાં હલચલ મચાવી દીધી હતી.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ 19 દિવસ દરમિયાન હાર્દિકે ક્યારેક પાણીનો ત્યાગ કર્યો તો પાછું પાણીના પારણા કર્યા, પાછો જળત્યાગ કર્યો અને ફરી પાણીના પારણા કર્યા અને આખરે બુધવારે બપોરે ઉપવાસના પારણા કરી દેવાનો નિર્ણય પોતે ટ્વીટ કરીને જાહેર કર્યો.આમ હાર્દિક પટેલના ઉપવાસ ડ્રાંમાં ની સરકાર ને ખબર પડી ગઈ છે કે આ ‛તલ માં હવે તેલ’રહ્યું નથી.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે હાર્દિકનો આ ઉપવાસ ડ્રામા 19 દિવસ ચાલ્યો અને આ ટ્રામાં માં તેને અનેક વાર પાણી નો ત્યાગ કર્યો હતો,અને તે દરમિયાન હાર્દિકના મોરચે જે ડ્રામેબાજી થઈ તે સહુએ જોઈ.અને બધાને ખબર પણ છે.પરંતુ અન્ય બે મોરચે એટલે કે પાટીદાર સમાજ અને સરકારના સ્તરે જે ગજબની કૂનેહ દાખવવામાં આવી તે કાબિલે તારિફ રહી.

આ કામ તેમનું ખૂબ જ મહત્વનું રહ્યું હતું.આ આંદોલન પ્રકરણ બાદ હાર્દિકનું શું થશે તે તો હવે સમય જ દેખાડશે,અને હવે તેમનો સમય આવે ત્યારે જ ખબર પડશે.પરંતુ સમાજનો હાર્દિકને કેટલો સપોર્ટ છે તે દેખાઈ ગયું.અને એ ખબર પણ પડી ગઈ છે.આ ઉપરાંત અને બીજા પક્ષે સરકારને પણ હવે હાર્દિકની બીક દૂર થઈ ગઈ છે તે નક્કી છે.અને હાર્દિક પટેલ થી બીજો કોઈ પણ પક્ષ દરતો નથી.એ પણ નક્કી જ છે.

આ ઉપરાંત તમને એક મહત્વની વાત જણાવી દઈએ કે હાર્દિકે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવાનું નક્કી કર્યું હતું તે પહેલાં તેણે પાસના નેતાઓ અને આ ઉપવાસ કેટલા દિવસ સુધી ચાલી શકે છે અને તેનાથી તેના આરોગ્ય પર શી અસર થઈ શકે તે બાબતે પોતાના તબીબ કાર્યકરો સાથે પણ ગહન ચર્ચા કરી હતી.

અને તે અંગે ની તમામ માહિતી મેળવી લીધી હતી.શરૂઆતમાં હાર્દિકને જે સપોર્ટ મળ્યો અને સામે પક્ષે સરકારે કોઈ મચક ન આપી તો તેના પગલે તેણે પાણીનો પણ ત્યાગ કરવાનો નિર્ણય લીધો.અને તેને પાણી નો.પણ ત્યાગ કરી દીધો હતો.અને ઘણા દિવસો સુધી હાર્દિકે પાણી નહતું પીધું.પરંતુ બે દિવસમાં જ ગઢડાના એસપી સ્વામીએ આવી, સમજાવીને હાર્દિકને પાણીના પારણા કરાવ્યા.

અને ત્યારબાદ હાર્દિકે પાણી પીધું હતું.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે વળી પાછું દસ દિવસ બાદ હાર્દિકે પાણીનો ત્યાગ કરવાનું નક્કી કર્યું પરંતુ તે વખતે જનતાદળના નેતા શરદ યાદવના હસ્તે પાણીના પારણા કર્યા.આમ હાર્દિકે અનેક વાર પાણી નો ત્યાગ કરવાનું વિચાર્યું હતું.પરંતુ વારંવાર કોઈ વચ્ચે ભગ કઈ ને તેમને પાણીનો ત્યાગ કરવા દીધો ન હતો.જો કે, 19 દિવસ સુધી પોતાના ઉપવાસને કારણે પણ ગુજરાતની સરકારના પેટનું પાણીય હલી રહ્યું નથી તેવો હાર્દિકને અહેસાસ થયો હોઈ શકે છે.

અને આ કારનામા થી સરકારને કોઈ પણ જાતનો ફરક પડ્યો ન હતો.અલબત્ત, ઉપવાસના પારણા કરવા માટે હાર્દિકે સમાજના આગેવાનોએ પોતાના આરોગ્ય અંગે જતાવેલી ચિંતાનું કારણ ધર્યું છે,અને હવે તે વધુ ચિંતા માં દેખાઈ રહ્યા છે.તો આ ચિંતા તો ઉપવાસ આંદોલનના પાંચમા દિવસે પણ જોવા મળી હતી અને પાટીદાર સમાજની તમામ છ અગ્રણી સંસ્થાઓએ હાર્દિકને આરોગ્યનું કારણ ધરીને ઉપવાસના પારણા કરી લેવા સમજાવ્યો હતો.અને આ ઉપવાસનું આંદોલન બંધ કરવા માટે આગ્રહ કર્યો હતો.પરંતુ આમ છતાં હાર્દિક તે સમયે ટસનો મસ નહોતો થયો.

તો પછી હવે આમ એકાએક આરોગ્ય કથળવાનું કારણ આપીને ઉપવાસના પારણા કરી લીધા તે કળી ન શકાય તેવી બાબત છે.જો આ જ કારણ હતું તો હાર્દિકે અઠવાડિયામાં જ શા કારણે સમાજના આગેવાનોની વાત સાંભળી નહીં અને તે સમયે જ કેમ પારણા ન કરી લીધા તે બાબત સમજાય તેવી નથી.આમ હવે સરકાર ને પણ ખબર પડી ગઈ છે કે હાર્દિક બસ ખાલી બોલે જ છે તેમના થી કઈ થતું નથી.અને સરકારને પણ ખબર પડી ગઈ છે કે આ ‛તલ માં હવે તેલ’ નથી.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલે હાલમાં જ એક ભાજપ સરકાર ને ચીમકી આપી હતી કે જો ખેડૂતોને નુકશાન થયેલા પાક નું નુકશાન નહીં મળે તો ખેડૂતો માટે આંદોલન કરવામાં આવશે,પરંતુ સરકાર ને હવે ખબર છે કે આ ‛તલ માં હવે તેલ’ રહ્યું નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top