હર્ષ સંઘવીએ પ્રદીપસિંહના આશીર્વાદ લઈ પદ સાંભળતા કહ્યું- “કોઈ પોલીસ અધિકારીએ મારી પાસે આવીને સમય બગાડવો નહીં”

ગુજરાત સરકારના નવા મંત્રીઓ દ્વારા આજે ચાર્જ સંભાળવામાં આવી રહ્યા છે. ભાજપના સૌથી યુવા ગૃહ રાજ્યમંત્રી બનેલા હર્ષ સંઘવી દ્વારા પણ આજે કાર્યભાર સંભાળી લેવામાં આવ્યો છે. હર્ષ સંઘવીએ ખુરશી પર બેસવાનું પણ મુહૂર્ત નીકાળવામાં આવ્યું હતું અને તે બરાબર 1 કલાક અને 10 મિનિટના ખુરશી પર બિરાજમાન થયા હતા.

તેની સાથે જ તેમણે પોતાની કાર્યશૈલીને લઈ કેટલાક સંકેતો પણ આપી દીધા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓએ મારી પાસે પોતાનો પરિચય આપવા માટે આવવું નહીં અને ખોટો સમય વ્યર્થ કરવો નહી. હું રૂબરૂ મુલાકાત માટે આવીશ. આ રીતે તેમણે આડકતરી રીતે કોઈ ખુશામત કરવા આવવું નહીં, એવો સંકેત આપેલ છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, આજે સવારના જ મેં રાજ્યના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહના આશીર્વાદ લઈને સવા કલાકનું લેસન લઈને નવી જવાબદારી સંભાળવા માટે આવ્યો છું. આજે મારા સિનિયર અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પાસેથી સવા કલાક સુધી મે લેસન લીધું છે અને કઈ રીતે કામ કરવું એ માટેની સમજ પ્રાપ્ત કરી છે.

ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત ભરના લોકોને વિનંતી કરી રહ્યો છુ કે, આ કોઈ હોદ્દો નથી કે સેલિબ્રેશનનો મોડ રહેલ નથી. આ એક જવાબદારી છે તેના કારણોસર એ સારી રીતે નિભાવવા માટે મેં સૌને અપીલ કરું છુ કે, કોઈપણ પ્રકારના બુકે કે ભેટ સાથે તમારે અહીં આવવાને બદલે સમય બચાવવા માટે ઈમેલના કે અન્ય ટેક્નોલોજિકલ માધ્યમથી તમારી ઈચ્છા વ્યક્ત કરી શકો છો.

અમારા સૌ વડીલો દ્વારા જેમણે અહીં કામ કર્યું છે તે તમામને વંદન કરું છું. તેમણે શરૂ કરેલાં કાર્યોને આગળ વધારવા પ્રયત્ન કરીશું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ આભાર વ્યક્ત કરું છું.

જ્યારે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી તરીકે સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કાર્યભાર સાંભળેલો છે. હર્ષ સંઘવી વર્તમાન સરકારમાં સૌથી નાની વયના મંત્રી તો છે જ તેની સાથે-સાથે તેમણે ગુજરાત ભાજપના ઈતિહાસમાં પણ સૌથી નાની વયના ગૃહ રાજ્યમંત્રી બનવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે. આ અગાઉ વર્ષ 2002માં અમિત શાહે સૌથી નાની 37 વર્ષની વયે આ પદ પ્રાપ્ત કર્યું હતું. જ્યારે આઠ પાસ હર્ષે ગુજરાત ભાજપનો રેકોર્ડ તોડીને 36 વર્ષની વયે આ પદ પ્રાપ્ત કર્યું છે. તેમ છતાં બિનભાજપી સરકારમાં ગુજરાતમાં સૌથી નાની 35 વર્ષની ઉંમરે નરેશ રાવલ ગૃહરાજ્યમંત્રી પણ બન્યા હતા.

તેની સાથે હર્ષ રમેશકુમાર સંઘવીના પિતા પણ વેપાર સાથે સંકળાયેલ છે. શ્રીનગરના લાલચોકમાં 2011 માં તિરંગો ફરકાવીને ચર્ચામાં આવ્યા છે. છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીઓમાં જંગી બહુમતીથી જીતીને આજે સૌથી નાની વયે 36 વર્ષની ઉંમરે ગૃહ રાજ્યમંત્રી બનેલ છે.

Scroll to Top