કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને કોરોના હાલ દર્દીઓ વિશે મોટી જાણકારી આપી છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે, દેશભરમાં નવ લાખથી વધુ કોરોના દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે. કોરોના રોગચાળાને લઈને ચાલુ એક વાતચીત દરમિયાન આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “દેશમાં હાલ એક લાખ 70 હજાર 842 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 9 લાખ 2 હજાર 291 દર્દીઓ ઓક્સિજન પર છે.” તેમને એ પણ જણાવ્યું કે, કુલ દર્દીઓમાં 1.34 ટકા આઇસીયુમાં છે જયારે 3.70 ટકા દર્દીઓ ઓક્સિજન પર છે.
હર્ષ વર્ધનની આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરી, મનસુખ માંડવીયા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સિવાય કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબે સહિત અન્ય ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન હર્ષવર્ધને દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનની પણ જાણકારી આપી હતી. તેમને લોકોથી અપીલ કરી છે કે, કોરોનાથી સંપૂર્ણપણે બચાવ માટે વેક્સીનનો બીજો ડોઝ જરૂર લો. બેઠકમાં ઓક્સિજન સહિત અન્ય જરૂરી દવાઓની ઉપલબ્ધતા અને સપ્લાઈને લઈને પણ ચર્ચા થઈ હતી.
બેઠકમાં ઓક્સિજન સહિત અન્ય જરૂરી દવાઓની ઉપલબ્ધતા અને સપ્લાઈ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન સંબંધિત મંત્રાલયોને તેના માટે યોગ્ય પગલા ભરવાની સલાહ આપવામાં આવી છે.
બેઠકમાં એનસીડીસીના ડિરેક્ટર દ્વારા વિદેશોની સાથે-સાથે ભારતમાં કોરોના દર્દીઓની વર્તમાન પરિસ્થિતિ વિશે વિગતો રજૂ કરવામાં આવી હતી. એનસીડીસીના ડિરેક્ટરએ જણાવ્યું હતું કે, કેવી રીતે કોરોનાની બીજી લહેરે ભારતના નાના શહેરો અને ગામડાઓને પોતાની ઝપેટમાં લીધા છે.