હાથીના નામે કરોડોની સંપતિ ભેગી કરનાર વ્યક્તિ પર અંધાધુન ચલાવવામાં આવી ગોળીઓ

બિહારની રાજધાની પટના નજીક આવેલાં દાનાપુરાથી એક ગુંડાગર્દીની ઘટના સામે આવી છે. અહીં આરોપીઓ દ્વારા એક વ્યક્તિની ગોળીઓ મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઘટના દાનાપુરા ફુલવારીશરીફનીથી સામે આવી છે. જેમાં જાનીપુર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા મુર્ગિયાચકમાં અખ્તર ઈમામ નામના વ્યક્તિને ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યારાઓએ એક બે નહીં પરંતુ 8-8 ગોળીએ મારીને હત્યા હતા.

તેની સાથે આ હત્યાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર સર્જાઈ ગયો છે. જ્યારે એવું કહેવામાં આવે છે કે, થોડા વર્ષો પહેલા પણ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તે દરમિયાન આ ઘટના પાછળ જમીન વિવાદ જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. આ સમયે પણ એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, જમીન વિવાદમાં આ હત્યા કરવામાં આવી છે. ત્યાર બાદ ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે.

આ હત્યાથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર સર્જાયો છે. અખ્તર ઈમામ એ વ્યક્તિ છે કે, જેને હાથીવાળા તરીકે ઓન ઓળખવામાં આવે છે. તેના પાછળ કારણ એવું છે કે, તેણે પોતાના પાળેલા હાથીના નામે કરોડોની સંપતિ એક્ઠી કરી હતી. એવામાં રિપોર્ટ સામે આવ્યા છે કે, આજે તે તેના હાથીઓ સાથે કામ કરી રહ્યો હતો. આ દરમિયાન બે વ્યક્તિઓ તેની પાસે આવ્યા હતા. ત્યાર બાળે તેઓએ તેમના પર ફાયરિંગ શરુ કરી દીધું હતું. આરોપીઓ દ્વારા 8 ગોળીઓ મારીને તેની હત્યા કરવામાં આવી હતી.

જ્યારે ગોળીબારીનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ત્યાર બાદ હત્યાની જાણ પોલીસને કરવામા આવી હતી. આ પછી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી અને ઈજાગ્રસ્ત હાલતમાં જ અખ્તરને લઈને પટનાની એમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. ફુલવારીશરીફ એએસપી મનીષકુમારે દ્વારા કહેવામાં આવ્યું છે કે, પોલીસ દ્વારા આ બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ રીતે ગોળી મારવામાં આવી એ જોતા લાગે છે કે, હત્યા કરવાના ઈરાદે જ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આવા પ્રકારની હત્યા કોન્ટ્રાક્ટ કિલર દ્વારા જ કરવામાં આવી હોઈ શકે છે.

Scroll to Top