News

હવામાન વિભાગે કરી અત્યાર સુધીની સૌથી મોટી આગાહી,કહ્યું ગુજરાતનાં આ વિસ્તારમાં જોવા મળશે ધોધમાર વરસાદ…..

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ફરી ચોમાસું સક્રિય થઇ રહ્યું છે. હાલમાં સર્જાયેલા દબાણના કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી. જો કે વાવાઝોડાના કારણે રાજ્યમાં વરસાદી સિસ્ટમ તૂટી ગઇ હતી. જો કે હવે ફરી રાજ્યમાં 6 જુલાઇથી 10 જુલાઇ સુધીમાં ચોમાસું ફરી સક્રિય જોવા મળે તેવી શક્યતાઓ છે.

રાજ્યમાં આઠ દિવસથી સ્થિર થયેલ ચોમાસું ફરી સક્રિય થઇ રહ્યું છે. રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 6 જુલાઇથી 10 જુલાઇ સુધીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. જેમાં રાજ્યના તમામ ભાગમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેને લઇને રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની પણ સંભાવના છે.ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદે વિરામ લેતાં ભારે ઉકળાટ છે જ્યારે ઘણાં વિસ્તારોમાં ખેડૂતોમાં પણ નિરાશ જોવા મળ્યાં હતાં.ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરી હતી. આગામી દિવસ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં વાવાઝોડાને કારણે વરસાદી સિસ્ટમ તુટી ગઇ હતી. જો કે બંગાળની ખાડીમાં દબાણ સર્જાતા રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં 6 જુલાઇના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.જ્યારે રાજ્યમાં 7 જુલાઇના રોજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ તેમજ 8 અને 9 જુલાઇના રોજ સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 10 જુલાઈએ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યના બનાસકાંઠા સાબરકાંઠા, અરવલ્લી મહીસાગર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ ગરમીથી જ્યાં લોકો સૌથી વધારે ત્રસ્ત છે એ અમદાવાદમાં વરસાદની શક્યતા હમણાં નતી. હવાના વિભાગે કહ્યું છે કે આગામી ત્રણ થી ચાર દિવસમાં જૂના નવસારી, ભાવનગર, વલસાડ, સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

જ્યારે પંચમહાલ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને આણંદ સહિતના જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના મતે ત્રણ થી ચાર દિવસમાં અમદાવાદ, આણંદ, મહિસાગર સહિતના જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, દાહોદ, ખેડા, નર્મદા, નવસારી પંચમહાલ સુરત અને તાપી, વડોદરા વલસાડમાં વરસાદન આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા ત્રણ થી ચાર દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલ સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ છે.સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી અને જૂનાગઢમાં વરસાદનો પ્રારંભ થયો છે.જૂનાગઢમાં પણ ત્રણ દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેરના ગાંધીચોક , રેલવે સ્ટેશન વિસ્તાર , એમ. જી. રોડ , કળવા ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.શહેર સાથે ગામડાઓમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. મુંજ્યાસર, હામાપુર, રફાળા સહિતના ગામડાઓમાં વરસાદ પડી રહ્યો છે. ખાંભા ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે.

vavjodu

ખાંભાના ભાડ, નાનુડી, ઉમરીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત રાજુલા ગ્રામીણ પંથકમાં મોટા આગરીયા, ભંડારીયા, વાવેરા જેવા ગામોમા વરસાદી ઝાપટા પડ્યા હતા.ભાવનગર શહેરમાં વાતવરણ આવ્યો પલ્ટો આવ્યો છે.શહેરના વાઘાવાડી, ક્રેસન્ટ સર્કલ, નિલંબાગ, નવાપરા, ભીડભંજન રોડ, કળાનાળા સર્કલ, મેઘાણી સર્કલ, કળિયાબીડ સહિત ના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.

vavjodu

આઠ દિવસના વિરામ બાદ મેઘાની એન્ટ્રી થતા લોકોને ગરમીથી રાહત મળી છે.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગોંડલમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. સોનગઢમાં 2 ઈંચ, આહવામાં 2 ઈંચ, કુકરમુંડામાં દોઢ ઈંચ, માણાવદરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.જ્યારે વાપીમાં 1 ઈંચ, રાણપુરમાં 1 ઈંચ, સુબિરમાં 1 ઈંચ, માંગરોળમાં 1 ઈંચ, કેસોદમાં પોણો ઈંચ, ચોર્યાસીમાં પોણો ઈંચ, વંથલીમાં પોણો ઈંચ.

vavavjodu

નાંદોદમાં પોણો ઈંચ, જામકંડોરણામાં અડધો ઈંચ, તલાલામાં અડધો ઈંચ, નવસારીમાં અડધો ઈંચ, લોધિકામાં અડધો ઈંચ, ઉમરગામમાં અડધો ઈંચ, જેતપુરમાં અડધો ઈંચ, ધારીમાં અડધો ઈંચ અને નસવાડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.આમ રાજ્યમાં ભારે ઉકળાટ બાદ મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. જ્યારે જગતના તાત એવા ખેડુતોમાં વરસાદી માહોલ જોવા મળતાં ખુશીની લહેર જોવા મળી છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker