News

હવામાન વિભાગ ની આગાહી: ભારતીય ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર, આ તારીખે થશે મેઘરાજાનું આગમન

હાલના સમયમાં ભારત આખો દેશ કાળઝાળ ગરમીથી શેકાઈ રહ્યો છે અને આવા સમયમાં એક ખુશીના સમાચાર આવ્યા છે અને રાજધાની દિલ્હી અને રાજસ્થાનનું ચુરૂ તો રીતસરના આગની ભઠ્ઠી બની ગયા છે અને ત્યારબાદ જાણવા મળ્યું છે કે ત્યાં તાપમાન 50 ડિગ્રી પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ખૂબ જ આવા કપરા સમયમાં હેરાન થઈ ગયા છે પણ આવા સમયમાં આ હવામાન વિભાગે ચોમાસાના વર્તારાની આસંકા વ્યક્ત કરીને ટાઢસ બંધાવી છે અને જેમાં આવા સમાચાર આપવામાં આવ્યા છે અને તેમજ આ હવામાન વિભાગે કેરળમાં ચોમાસુ શરૂ થવાની તારીખ જાહેર કરી છે અને તેવી જ રીતે ભારતમાં પણ તેની તારીખ નક્કી કરવામાં આવી છે.

ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે એવું પણ કહ્યુ હતું કે જ્યાં દક્ષિણ-પૂર્વ અને તેની સાથે સંકળાયેલા વિસ્તાર પૂર્વી-મધ્ય અરબ સાગર ઉપર 31 મેથી 4 જૂન દરમિયાન એક ઓછા દબાવનું ક્ષેત્ર બનવાની સંભાવના છે.

આ સમયમાં વરસાદ પડવાની સંભાવના છે અને તેમજ આ સ્થિતિ એવું પણ દર્શાવે છે કે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરૂઆત 1 જૂનથી શરૂ થવાની છે અને વાવાઝોડાની પણ સંભાવના છે અને તેવી જ રીતે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે જેમાં આ કેરળમાં એક જૂનથી દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરૂઆત માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે તેવું પણ જણાવવામાં આવ્યું છે તો તેની ખાસ નોંધ લેવી.

મોનસૂન માટે પરિસ્થિતિઓ અનુકૂળ

આમ તો હાલમાં લોકો ખૂબ જ હેરાન થઈ ગયા છે કારણ કે ગરમીમાં લોકો લોથપોથ થઈ જાય છે અને એવામાં આ ખુશીના સમાચાર છે જેમાં હવામાન વિભાગ તરફથી જારી બુલેટિનમાં તે પણ કહેવામાં આવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન માલદીપ-કોમોરિન ક્ષેત્રના કેટલાક ભાગ, દક્ષિણ બંગાળની ખાડીને કેટલોક ભાગ અને અંડમાન સાગર તથા અંડમાન નિકોબાર દ્વીપ સમૂહના બાકીના ભાગમાં આગળ વધ્યું છે અને આ એક ખૂબ જ ખુશીના સમાચાર છે.

ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે આ હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે જેમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂન આગળ વધતું જશે કારણ કે આગામી 8 કલાક દરમિયાન માલદીવ-કોમોરિન ક્ષેત્રના કેટલાક અન્ય ભાગમાં તેના માટે પરિસ્થિતિઓ અનુકૂળ થઈ રહી છે અને આ વિસ્તારોમા વરસાદ તેમજ વાવાઝોડાની પૂરેપૂરી સંભાવના છે ત્યારબાદ કહેવાય છે કે આ કેરળમાં ચોમાસુ દાખલ ખવા અને વરસાદની સિઝનની શરૂઆત માટે શુભ સંકેત છે તો ખેડૂતો માટે ખૂબજ ખુશીના સમાચાર છે અને જે લોકો તાપથી હેરાન થઈ ગયા છે તેમના માટે પણ ખૂબ જ ખુશીના સમાચાર છે.

તેમજ અહીંયા જાણવા મળ્યું છે કે આ વરસાદની સ્થિતિ જણાવનાર એક ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટ વેધરે કહ્યું હતું કે અને જેના કારણે ઉત્તર ભારત તરફથી પણ એક પશ્ચિમી વિક્ષોભ ઉભો થશે તેવી જાણકારી અહીંયા ઉભી થઇ છે પણ ત્યારબાદ જે ઉત્તરી અફઘાનિસ્તાન અને આસપાસના ભાગો પર રહેલો છે અને આવા સમયમાં જ આ એક નવો પશ્ચિમી વિક્ષોભ પશ્ચિમી હિમાલયી રાજ્યોમાં વરસાદની ગતિવિધિઓ વધારશે તેવું કહેવામાં આવી રહ્યું છે અને એવામાં જ આ આગામી 24 કલાક દરમિયાન ઉત્તરી પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં કેટલિક જગ્યાએ ધુળની ડમરી, અંધકાર અને વિજળીના ચમકારા સાથે હળવો વરસાદ થઈ શકે છે તેવા સમાચાર મળ્યા છે તો આ ઘણા લોકો માટે ખુશીના સમાચાર છે.

ત્યારબાદ સ્કાઇમેટ વેધરના રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવે છે કે કેરળ, દક્ષિણી-આંતરિક કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગમાં પ્રી-મોનસૂન વરસાદ યથાવત રહેશે અને જેનું પ્રમાણ નોર્મલ રહેવાનું છે તો આંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ અને લક્ષદીપ પર ભારે વરસાદ થઈ શકે છે તો એક સારા સમાચાર છે અને તેમજ જ્યારે દેશના બીજા ભાગમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે ત્યારબાદ રાજસ્થાન, મદ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંતરિક મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં લૂના પ્રકોપની સાથે હવામાન શુષ્ક રહેશે તેવી પણ જાણકારી મળી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker