અત્યાર સુધી તમે ઘણા પ્રકારનાં ડાઈટ વિશે સાંભળ્યું હશે, પરંતુ તમે મિલિટરી ડાઇટ વિશે ભાગ્યે જ જાણવા મળ્યું હશે. આ ડાઈટ દુનિયાના ટોપ લોકપ્રિય ડાઈટ માંથી એક છે. એવો દાવો કરવામાં આવે છે કે તેનું પાલન કર્યા પછી એક અઠવાડિયામાં 4.5 કિલો વજન ઓછું થઈ શકે છે.
શુ છે મીલેટ્રી ડાઈટ
મિલિટરી ડાઈટ ને 3 દિવસ ડાઈટ પણ કહેવામાં આવે છે. જેમાં વ્યક્તિએ ત્રણ દિવસ ખાસ પ્રકારનો ડાઈટ ફોલો કરવો પડે છે, જેને દરેક અઠવાડિયા સુધી પુનરાવર્તન કરવું પડે છે જ્યાં સુધી ધારેલું વજન પ્રાપ્ત ના કરી શકે ત્યાં સુધી.
કેલરી
આ ડાઇટ ફોલો કરતા વ્યક્તિ ત્રણ દિવસમાં 1100-1400 કેલરી દરરોજ લે છે. બાકીના ચાર દિવસો હેરીટી ડાઈટ લેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ તેમાં કેલરીની ગણતરીને ઘટાડવી રાખવી પડે છે. ચાલો હવે જાણીએ મિલિટરી ડાઈટની મિલ યોજનાના.
પેહલા દિવસે
બ્રેકફાસ્ટ: એક હોલ વિટ બ્રેડ સલાઇસની બે ટેબલ સ્પૂન પીનટ બટર, મોરસ વગરની એક કપ કોફી, ચા અને અડધી મોસંબી
લંચ: એક બ્રાઉન બ્રેડ ટોસ્ટ,150 ગ્રામ ટોફુ અને એક કપ મોરસ વગરની ચા અને કોફી.
ડિનર: એક નાનું સફરજન, એક કપ લીલા કઠોળ, 100 ગ્રામ પાકી ગયેલા લીલા કઠોળ, રાજમાં અથવા સોલે અને એક કપ વેનીલા આઈસ્ક્રીમ.
બીજા દિવસે
બ્રેકફાસ્ટ: એક હોલ વિટ બ્રેડ સ્લાઇસ ટોસ્ટ, અડધુ કેળું અને 1 કપ / 200 મિલી સોયા દૂધ.
લંચ: એક કપ કોટેજ અથવા ચેડર પનીર અથવા 15-20 બદામ, 100 ગ્રામ કઠોળ અને 5 ક્રેકર બિસ્કિટ્સ.
ડિનર: બે ટોફુ સ્લાઇસ, અડધા કપ કેળા, એક કપ બ્રોકલી, અડધા કપ ગાજર અને અડધા કપ વેનિલા આઈસ્ક્રીમ.
ત્રીજા દિવસે
બ્રેકફાસ્ટ: એક કપ કોટેજ અથવા ચેડઝ પનીર અથવા 15-20 બદામ, એક નાના સફરજન અને 5 ક્રેકર્સ.
લંચ: એક હોલ વિટ બ્રેડ સ્લાઈસ ટોસ્ટ અને 100 ગ્રામ કઠોળ.
ડિનર: 150 ગ્રામ ટોફુ અડધૂ કેળું અને અડધુ કપ વેનીલા આઈસ્ક્રીમ.