ભારતના આ ખાસ સ્મારકો વિશે તમે ક્યારેય નહીં જાણ્યું હોઈ, ખુબજ રહસ્યમય છે આ સ્મારકો

ભારત દેશ માં આવેલ આ સ્મારકો ખુબજ રહસ્યમય છે. તેની પાછળ નું રહસ્ય તમને હેરાન કરી દે તેવું છે. ત્યારે આજે આપણે આ વિશે વિગતે જાણીએ.

વિક્ટોરિયા મહેલ, આગ્રાનો કિલ્લો, લેપાક્ષી મંદિર જેવા દેશના કેટલાક પ્રસિદ્ધ સ્મારકોના નામ તો તમે સાંભળ્યા જ હશે પરંતુ તેના જોડાયેલ એવી બાબતો ખબર છે જે જાણીને આધુનિક વિજ્ઞાન પણ આજે હજુ આશ્ચર્ય અનુભવી રહ્યું છે.

લેપાક્ષી મંદિર, લેપાક્ષી મંદિરમાં આવેલ સ્તમ્ભ જમીનથી અદ્ધર હવામાં તરે છે. આ મંદિરનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે તેના સ્તમ્ભ નીચે જમીનને અડતા નથી ખૂબ વજનદાર આ સ્તમ્ભ સદીઓથી આ જ રીતે હવામાં તરતા રહે છે.

આગ્રાનો કિલ્લો, આ કિલ્લામાં આજે પણ એવા ગુપ્ત સ્થાનો છે જ્યાં મુગલ અને તેમની પહેલાના રાજાઓએ ખજાનો છુપાવ્યો છે. જોકે આ ખજાનાને હજુ સુધી કોઈ શોધી શક્યુ નથી.

મૈસૂર મહેલ, પાછલા 50-100 નહીં પણ પૂરા 400 વર્ષથી આ મહેલને શાપિત માનવામાં આવે છે. અહીં રાજ પરિવારનું માનવું છે કે આ મહેલ કોઈ શ્રાપથી ગ્રસિત છે માટે જ અહીં રહેવાથી રાજ પરિવારમાં કોઈ પુત્ર સંતાન તરીકે જન્મ લેતો નથી.

વિક્ટોરિયા મહેલ, વિક્ટોરિયા મેમોરિયલ બનાવીને બ્રિટિશર્સ એવું સાબિત કરવા માગતા હતા કે તેઓ શાહજહાંના તાજમહેલ કરતા પણ સુંદર સ્મારક બનાવી શકે છે. જોકે ઘણા પ્રયાસ પછી પણ વિક્ટોરિયા મહેલ તાજમહેલ જેવો સુંદર બની શક્યો નહીં. પરંતુ આજે પણ આ બિલ્ડિંગ ખૂબ ભવ્ય છે.

ફતેહપુર સિકરી, ફતેહપુર સિકરી એવું વિચારની બનાવવામાં આવ્યો હતો કે અહીં દિલ્હી સુલ્તાનની રાણીઓ આરામથી કોઈપણ જાતની પાબંદી વગર રહી શકશે.પરંતુ આ સુંદર જગ્યાની વિડંબણા તો એ જ રહી કે તેને ધીમે ધીમે અનેક કિલ્લામાં ફેરવી નાખવામાં આવ્યો.

ગોળ ગુંબજ, ગોળ ગુંબજ ભારતના કર્ણાટકમાં બીજાપુર શહેરમાં આવેલ છે. આ એક માત્ર એવો મકબરો છે જેની દિવાલો મજબૂત નહીં પણ પોલી છે. તેમ છતા પોલી દીવાલ પર હજારો કિલોનો ગુંબજ ઉભો છે.

બલુંદ દરવાજા, બુલંદ દરવાજામાં એક ગુપ્ત સુરંગ છે જે છેટ લાલ કિલ્લામાં જઈને ખુલે છે જ્યારે તેનો બીજો એક છેડો દૂર કોઈ સુરક્ષિત ઘરમાં ખુલે છે.

ચાર મિનાર, હૈદરાબાદના ચાર મિનારની સુરંગોમાં નિઝામનો ખજાનો છુપાયેલ હોવાનું અનેકવાર કહેવામાં આવ્યું છે. જોકે હજુ સુધી પુરાતત્વવિદોને આવો કોઈ ખજાનો નથી મળ્યો.

મત્તાનચેરી મહેલ, આ મહેલમાં જમીન ઈંડાની સફેદી, ગોળ અને છાસથી બનેલી છે. સમગ્ર દુનિયામાં આ પ્રકારની લાદી હોય તેવું એક માત્ર સ્થળ છે. જોકે તેમ છતા અત્યાર સુધી અહીં કોઈ પ્રકારનો સડો જોવા મળતો નથી જે સામાન્ય ફુડ આઇટમમાં જોવા મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top