આ વાતનું પાલન કરવાથી કિડની રહેશે હમેશા સ્વસ્થ, જીવલેણ બિમારીઓ પણ રહેશે દૂર

પ્રતિકાત્મક તસવીર

માનવ શરીરમાં કિડની મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. આપણા શરીરમાં બે કિડનીઓ હોય છે, શરીરમાંથી અશુદ્ધિઓ દૂર કરે છે. હેલ્થલાઈન અનુસાર કિડની શરીરમાં પીએચ લેવલ, મીઠું, પોટેશિયમના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વિટામીન ડીને સક્રિય કરવા, હાડકાંઓનું નિર્માણ અને માંસપેશીઓના કાર્યને વિનિયમિત કરવા, કેલ્શયિમને અવશોષિત કરવામાં મદદ કરે છે. જો તમારી કિડની સ્વસ્થ હશે તો તમે સ્વસ્થ જીવન જીવી શકશો. કિડનીને સ્વસ્થ રાખવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

નિયમિત વ્યાયામ કરવાથી વજન ઓછું રહે છે સાથે સાથે કિડનીની બીમારીનું જોખમ પણ ઓછું રહે છે. જ્યારે તમે વ્યાયામ કરો છો ત્યારે બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે, જેથી કિડની પર વધુ તણાવ સર્જાતો નથી. નિયમિત ચાલવું જોઈએ, સાયકલ ચલાવવી જોઈએ અને કસરત કરવી જોઈએ.

જ્યારે શરીરની કોશિકાઓ બ્લડમાં ગ્લુકોઝનો ઉપયોગ નથી કરી શકતી, ત્યારે લોહીને શુદ્ધ કરવા માટે કિડનીએ વધુ મહેનત કરવી પડે છે. બ્લડ સુગર કંટ્રોલ કરવાથી કિડનીના નુકસાનની સંભાવના ઓછી થઈ જાય છે.

હાઈ બ્લડપ્રેશરના કારણે કિડની ખરાબ થઈ શકે છે. જો તમને હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, હ્રદય રોગ અથવા હાઈ કૉલસ્ટ્રોલ જેવી બીમારી છે તો તેની તમારી કિડની પર અસર થઈ શકે છે. બ્લડપ્રેશર નિયમિતરૂપે ચેક કરતા રહો. નોર્મલ બ્લડપ્રેશર 120/80 હોય છે.

સ્વસ્થ ભોજનનું સેવન કરો. સ્વાસ્થ્યપ્રદ ભોજનનું સેવન કરવાથી તમારુ વજન ઓછુ થાય છે. ડાયાબિટીસ, હ્રદય રોગ અને કિડનીની બીમારી જેવી સમસ્યા સામે રક્ષણ આપે છે. ભોજનમાં સોડિયમ, પ્રોસેસ્ડ મીટ અને અન્ય હાનિકારક ફૂડ્સથી દૂર રહો, આ ફૂડ તમારી કિડનીને નુકસાન પહોંચાડે છે. ધૂમ્રપાન તમારી રક્તવાહિની પર અસર કરે છે, જેના કારણે રક્ત પરિવહન પર અસર થાય છે. ધૂમ્રપાનના કારણે કિડનીએ અધિક તણાવ સહન કરવો પડે છે જે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

Scroll to Top