Health & BeautyLife Style

જાયફળ એક બેસ્ટ ઔષધી છે અને અનેક સમસ્યામાં તેનો ઉપયોગ કરી શકાય છે, જાણો રીત

જાયફળ એક બેસ્ટ ઔષધી છે અને અનેક સમસ્યામાં તેનો ઉપયોગ કરી શકાય છે, જાણો રીત

જાયફળ એક એવું ફળ છે જેને વિશેષ સુગંધ અને સ્વાદ માટે ઓળખવામાં આવે છે. જાયફળનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કે કોઈપણ ડિશને વિશેષ ફ્લેવર આપવા માટે કરવામાં આવે છે. પરંતુ આ વાત ખૂબ જ ઓછા લોકો જાણે છે કે જાયફળ અનેક રોગોના ઉપચાર માટે પણ ગજબની દવા તરીકે કામ કરે છે.

આંખ નીચે કાળા કુંડાળા, સ્કિન સમસ્યા, પેટની સમસ્યા, અનિદ્રા, ખાંસી, શ્વાસ, હેળકી અને નપુંસકતા વગેરે વ્યાધિઓને દૂર કરવામાં તે ખૂબ જ ઉપયોગી છે. તેના ચૂર્ણ અને તેલને પણ અનેક બીમારીઓમાં ઈલાજ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેથી આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ જાયફળના આ ખાસ નુસખા જે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ખૂબ જ ઉપોયોગી સાબિત થઈ શકે છે.

જાયફળ સ્કિન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. થોડું જાયફળ પાઉડર પાણી કે મધની સાથે મેળવીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવામાં આવે તો થોડા દિવસોમાં કરચલીઓ દૂર થવા લાગે છે.

ભૂખ ન લાગતી હોય તો થોડું જાયફળ લઈને ચૂસો. તેનાથી પાચક રસોમાં વધારો થશે, ભૂખ વધશે અને ભોજન સારી રીતે પચી જશે.

આંખોની નીચે કાળા કુંડાળાથી પરેશાન હોવ તો જાયફળ ઘસીને તે ભાગે લગાવવાથી અથવા ડેઈલી ડાયટમાં તેનું સેવન કરો આ સમસ્યાથી મુક્તિ મળી જશે.

જાયફળને ઘસીને દૂધમાં મેળવીને સપ્તાહમાં ત્રણવાર પીવાથી નપુંસકતા દૂર થઈ શકે છે. યૌનશક્તિ વધારવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

જાયફળ ગરમ અને તીક્ષ્ણ હોવાથી ઉત્તમ કફનાશક ઔષધ છે. જેમને જૂની શરદી અથવા કફની તકલીફ રહેતી હોય, અવારનવાર શ્વાસ ચડતો હોય તેમણે જાયફળને જરાક શેકીને તેનું ચૂર્ણ બનાવી લેવું. રોજ સવારે, બપોરે અને રાત્રે આશરે એક ચપટી જેટલું ચૂર્ણ મધમાં મેળવીને ચાટી જવું. એકાદ મહિનો આ પ્રમાણે ઉપચાર કરવાથી કફની બધી જ તકલીફોમાં ઘણો લાભ થાય છે.

જાયફળ અનિદ્રાને ભગાડે છે. જો તમે રોજ રાત્રે નવશેકા દૂધમાં જાયફળનો પાવડર નાખીને પીશો તો ઊંઘ સારી આવશે.

જાયફળને પાણીમાં ઉકાળીને તે પાણીના કોગળા કરવામાં આવે તો મુખના છાલા ઝડપથી દૂર થઈ જાય છે.

દાંતના દર્દમાં જાયફળના તેલમાં રૂનું પૂમડું પલાળી તેને દર્દવાળા ભાગ કે દાંત ઉપર કે દાઢમાં રાખો. દર્દ તરત જ દૂર થઈ જશે. દાંતમાં કીડા લાગે તો પણ તે તરત જ મરી જાય છે.

માથાના ઉગ્ર દુખાવામાં કે કમરના દુખાવામાં જાયફળ પાણીમાં ઘસી ચોપડવાથી લાભ થાય છે.

જાયફળને પત્થર ઉપર ઘસીને અડધી ચમચી પેસ્ટ બનાવી લો. સવારે-સવારે ખાલી પેટે આ પેસ્ટને ચાટી લો. શરદી-ખાંસીની સમસ્યામાં ઝડપથી રાહત મળે છે.

ખીલ અને ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવા જાયફળ દૂધમાં ઘસી લગાવવું.

કાનની પાછળ જો સોજો હોય કે ગાંઠ હોય તો જાયફળને પાણીમાં ઘસીને સોજાવાળા સ્થાન ઉપર લગાવો. સોજો સારો થઈ જશે.

પ્રસવના સમયે થતા દર્દથી છુટકારો મેળવવા માટે જાયફળના પાણીમાં ઘસીને, તેનો લેપ કમર ઉપર કરો. ઝડપથી લાભ મળશે.

આ ઉપરાંત તમે જાયફળ ચા પણ બનાવી શકો છો. જે તમને શરીર માં એક નવી ઉર્જા આપશે. એ માટે થોડું પાણી ગરમ કરી ને જાયફળ ને પિસી ને નાખો. અને પાણી ગરમ થવા દો થોડીવાર પછી પાણી ઉકડે એટલે ગેસ બંધ કરી ને સુગર જરૂર પૂરતી નાખો. આ ઉપયોગી માહિતી જરૂર સેર કરજો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker