19 દિવસના ઉપવાસ કર્યા બાદ હાર્દિકની બેંગ્લોરના જિંદાલ નેચરલ કેરમાં ટ્રીટમેન્ટ શરૂ

અમદાવાદઃ ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતના મુદ્દે 19 દિવસ સુધી ઉપવાસ પર બેઠેલો હાર્દિક પટેલ અંતે પોતાની ટ્રિટમેન્ટ માટે બેંગ્લોર પહોંચ્યો છે. હાલમાં બેંગ્લોરના જિંદાલ નેચરલ કેર સેન્ટરમાં ટ્રિટમેન્ટ ચાલી રહી છે. હાર્દિકના અંગતો સુત્રો દ્વારા તેમણે ટ્રિટમેન્ટ લઈ રહ્યો એવા ફોટા પણ શેર કર્યા હતા. આ સાથે જોગીંગ કરતો એક વીડિયો પણ સામે આવ્યો છે.

જિંદાલ નેચરલ કેર સેન્ટરમાં આપના નેતા અને દીલ્હીના મુખ્યમંત્રી ઘણી વખત પોતાની ટ્રિટમેન્ટ લેવા માટે જતાં હોય છે.

આ ઉપરાંત અન્ય ઘણા સિનિયર નેતાઓ પણ પોતાની હેલ્થ સાચવવા આ નેચરલ કેર સેન્ટરના દર્દી બન્યા છે. હાર્દિક પટેલ આવતી 28 તારીખ સુધી આ સેન્ટરમાં ટ્રિટમેન્ટ લેશે. ત્યારબાદ પરત ગુજરાત ફરશે.

હાર્દિકે ઉપવાસ કર્યા ત્યારે 8મા દિવસ પછીથી તેની તબિયત દિવસેને દિવસે લથડતી હતી. તેના પ્રતાપે જે તે સમયે 14મા દિવસ તેને હોસ્પિટલાઈઝડ પણ કર્યો હતો.

હોસ્પિટલમાં બે દિવસ ટ્રિટમેન્ટ લીધા બાદ પાછો ઉપવાસી છાવણીમાં આવી ફરી ઉપવાસ શરૂ કર્યા હતા. ઉપવાસ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની રોજની તપાસમાં પણ હાર્દિકની કીડની અને લિવર ડેમેજ થયા હોવાની વાત હતી. જો કે 19 દિવસ ઉપવાસ કર્યા પછી પેટ અને કીડનીની અનેક તકલીફો થઈ હતી. તેની ટ્રિટમેન્ટ કરવી જરૂરી જ હતી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here