નવરાત્રી પહેલા જ બે એક દિવસ વરસાદ ના કારણે ખેલૈયાઓ ને તકલીફ પડી ચુકી છે.ત્યારે મળતી માહિતી મુજબ ગઈ કાલે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. જેના કારણે નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઇ.ચોમાસાની વિદાય પહેલા વરસેલા વરસાદના કારણે ઘણા સ્થળોએ નવરાત્રીના આયોજન બગડ્યા છે.ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાક સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.જો કે ઘણા વિસ્તારમાં તેની સંભાવના ઘણી ઓછી છે પરંતુ વરસાદ નવરાત્રી ના અંતિમ દિવસો બગાડે તેમ લાગે છે.
રાજ્ય ના અમુક સ્થળોએ ભારે વરસાદી ઝાપટા પણ વરસી શકે છે. હાલમાં રાજ્ય પર કોઇ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ભેજના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. જો કે બે દિવસ બાદ રાજ્યમાં સ્વચ્છ વાતાવરણની હવામાન વિભાગે આગાહી કરી છે. પરંફુ હાલમાં વરસાદ ની પણ આગાહી કરી છે.
હવામાન વિભાગ મુજબ ઊનામાં ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદ થયો. ગીર જંગલ નજીકના ગામોમાં અડધો કલાકમાં દોઢ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો.ચિત્રાવડ, ધણેજ, રમળેચી, ભાલ છેલ સહિતના ગામોમાં ભારે વરસાદ થયો. જેને કારણે ખેડૂતોને ભારે નુકશાન થયુ હોવાની ભીતી સેવાઈ રહી છે.
જુનાગઢના માળીયા હાટીનામાં ગાજવીજ સાથે ફરી વરસાદ ખાબક્યો હતો.ધોધમાર વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાય હતા.ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.તો પાછોતરા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ખેડૂતોના મગફળી સહિતના પાકો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.જો કે ગત કેટલાક દિવસોમાં ઘણા ખેડૂત ના પાકો બગડી ગયા છે.