ગુજરાતમાં આગલા પાંચ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પાડવાની આગાહી, જાણો રાજ્યોના ક્યાં વિસ્તારોમાં છે આગાહી

ગુજરાતમાં ફરીથી મેઘરાજા વરસવાના છે એના કારણે ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે જેનાલીધે લોકો ને ઘણી હાલાકીનો સામનો કરવો પડી શકે છે. ગુજરાતમાં મેઘરાજાએ પોતાની સિન્ચુરી નોંધાવી દીધી છે.

રાજ્યમાં સિઝનનો 100 ટકા વરસાદ પડી ગયો છે. તેમ છતાં હજૂ પણ રાજ્યભરમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર ધીમે ધીમે ગુજરાતના કચ્છમાં સક્રિય બન્યું છે. જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય સુરત, ડાંગ, તાપી, ભરૂચ, દીવ, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, પંચમહાલ, દાહોદ, રાજકોટ, જામનગર, છોટાઉદેપુર, મોરબી, ખેડા, મહિસાગર, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

5 દિવસમાં 28 જિલ્લામાં ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે માછીમારોને 6 અને 7 સપ્ટેમ્બરે દરિયો ન ખેડવા સૂચના આપી દીધી છે. આગામી બે દિવસમાં રાજ્યમાં હજુ પણ ધોધમાર વરસાદ પડી શકે છે. બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે જ્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજુલા પંથકમાં સતત મેઘરાજા મહેરબાન બન્યા હોય તેમ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજુલાના નવા આગરીયા, મોટા આગરીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડતા સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા હતા.

વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તેમજ ખાંભા પંથકમાં આજે સવારે ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. તાલાલા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થઇ ગયા હતા. સુત્રાપાડામાં દોઢ ઇંચ અને વેરાવળ, ગીરગઢડામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

તા. 5મીએ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. તેમજ ખેડા, આણંદ, પંચમહાલ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

તા. 6ઠ્ઠીએ દક્ષિણ ગુજરાતમાં, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદ પડશે. તા. ૭ મીએ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેમજ આણંદ, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી જારી કરવામાં આવી છે.

પાંચમા દિવસે 8મીએ ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ તથા અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

તારીખ 6 અને 7 સપ્ટેમ્બરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જ્યારે વડોદરા, નર્મદા, ભરુચ અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવાથી અતિભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય છે અને ચોમાસાની સિઝનને હજુ પણ એક મહિનો બાકી છે ત્યારે ગુજરાતમાં 100 ટકા વરસાદ પડી ગયો છે. ગુજરાતના કોઈપણ જિલ્લામાં હવે વરસાદની ઘટ રહી નથી.

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ડેમમાંથી હાલ 5,34,271 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે, જેને પગલે ડેમના 21 દરવાજા ખોલીને 4,47,400 ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટ 135.62 મીટર ઉપર પહોંચી છે.

છેલ્લા 27 દિવસથી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે ડેમમાંથી સતત ઓવરફ્લો થઇ રહ્યો છે. અને તમામ પાવરહાઉસ પણ ધમધમી રહ્યા છે.

ગીર સોમનાથમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, સવારથી અહીં થઈ રહેલા વરસાદના આંકડા પ્રમાણે 4 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. મહત્વનું છે કે, ગુજરાતમાં ચાલુ ચોમાસા દરમિયાન 100% વરસાદ થઈ ગયો છે, અને હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાનો છે. ભારે વરસાદના થવાના કારણે હિરણ-2 ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top