સાસણ ગીર જંગલ અને ગિરનાર નેચર સફારી પાર્કને લઈને આવ્યા મોટા સમાચાર

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

સાસણ ગીર જંગલ અને ગિરનાર નેચર સફારી પાર્કને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આજથી પ્રવાસીઓ માટે તેને ખુલ્લું મુકવામાં આવ્યું છે. ચોમાસાની સીઝનમાં ચાર મહિના વેકેશન બાદ આજથી ગીર અભયારણ્ય અને ગિરનાર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે. જ્યારે આજથી પ્રવાસીઓ ઓનલાઇન વેબ સાઇટ પર પરમીટ બુક કરાવ્યા બાદ ગીર અને ગિરનાર અભયારણ્યમાં સિંહ દર્શન કરી શકશે.

જ્યારે ચોમાસાની સિઝન અને સિંહ સહિતના પ્રાણીઓના સંવનનકાળના લીધે પ્રાણીઓને ખલેલ ના પહોંચે તે માટે સાસણ ગીર અભયારણ્ય ૧૫ જૂનથી પ્રવાસીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચોમાસુ પૂર્ણ થતા જ ગીર અભયારણ્ય અને ગિરનાર જંગલમાં નેચર સફારી પાર્ક તેના નિયત રૂટ મુજબ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, વન્ય વિભાગ દ્વારા પ્રવાસીઓ પ્રવેશી શકે તે માટે ઓનલાઇન ટિકિટનું બુકિંગ પણ શરૃ કરવામાં આવ્યું છે. જેના લીધે પ્રવાસીઓમાં પણ ચાર મહિના બાદ ફરીથી સિંહ સદન ખુલ્લુ મુકવામાં આવતા વરસાદ બાદ પ્રાકૃતિક વાતાવરણનો પણ નજારો જોઈ શકશે. ખાસ કરીને ગીર અભયારણ્ય, સાસણ-ગીર અને નેચર સફારી પાર્ક માટે ઓનલાઇન પરમીટ બુકીંગ વેબસાઇટ પરથી બુક કરી શકો છો. સિંહ દર્શન કરવા જતા પ્રવાસીઓએ સરકાર દ્વારા જાહેર કરેલ કોરોનાની ગાઈડલાઈન્સ અનુસાર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતનું પાલન કરવું પડશે.

જ્યારે આજથી 36 કિ.મી.ના રૂટ પર પ્રવાસીઓને વરસાદ બાદ પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે વન્યસૃષ્ટિ ઓનો અનોખો માહોલ જોવા મળશે. તેના માટે વનવિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે અને આજથી સફારી પાર્ક ખુલ્લી જીપમાં પ્રવાસીઓને જંગલની વન્યસૃષ્ટિ તથા પ્રાકૃતિક સૌંદર્યનો અનોખો લાવો જોવા મળશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો